ઉદય રંજન/ અમદાવાદ: ગુજરાતના IPS બેડા માટે આજે એક ખુશખબર મળી રહ્યા છે. પ્રવિણ સિન્હા ઇન્ટરપોલના ડેલિગેટ બન્યા છે. ગુજરાતના ઇતિહાસમાં આ સૌ પ્રથમ ઘટના બની છે, જેમાં CBIના સ્પેશિયલ ડાયરેક્ટર પ્રવિણ સિન્હા ઈન્ટરપોલના ડેલિગેટ બન્યા હોય. તમને જણાવી દઈએ કે,  પ્રવિણ સિન્હા CBIના સ્પેશિયલ ડાયરેક્ટર છે અને ગુજરાતની 1987 બેચના IPS છે. હવે તેઓ ઇન્ટરપોલના ડેલિગેટ તરીકે નિમણૂંક થતાં 3 વર્ષ સુધી રહેશે. તુર્કીમાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે.


આ વિશે જાણવા મળતી માહિતી પ્રમાણે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)ના સ્પેશિયલ ડાયરેક્ટર પ્રવિણ સિંહાને ગુરુવારે ઈન્ટરપોલ એક્ઝિક્યુટિવ કમિટીમાં એશિયામાંથી પ્રતિનિધિ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. સત્તાવાર સૂત્રોએ આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું છે કે ચીન, સિંગાપોર, કોરિયા રિપબ્લિક અને જોર્ડનની નજર આ ચૂંટણીમાં કાર્યકારી સમિતિના બે પદો પર છે. આ ચૂંટણી ઈસ્તાંબુલમાં ચાલી રહેલી 89મી ઈન્ટરપોલ (ઈન્ટરનેશનલ ક્રિમિનલ પોલીસ ઓર્ગેનાઈઝેશન)ની સામાન્ય સભા દરમિયાન થઈ હતી.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube