અતુલ તિવારી, અમદાવાદ: CBSE બોર્ડનું 12મા ધોરણનું રિઝલ્ટ તૈયાર કરવા 13 સભ્યની બનાવવામાં આવેલી કમિટીએ ગુરુવારે સુપ્રીમ કોર્ટ (supreme Court) ને તેમનો રિપોર્ટ સોંપી દીધો છે. એમાં બોર્ડે રિઝલ્ટ જાહેર કરવા અંગેની ફોર્મ્યુલા જણાવી હતી. બોર્ડે જણાવ્યું કે આ માટે 30:30:40 ફોર્મ્યુલાને આધાર બનાવવામાં આવશે અને પરિણામ તૈયાર કરવામાં આવશે. CBSE એ સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું કે ધોરણ 12ની પરીક્ષા (Exam) ના પરિણામ 31 જુલાઈ સુધીમાં જાહેર કરી દેવાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જોકે ગુજરાત બોર્ડ (Gujarat Board) ધોરણ 12ની માર્કશીટ કેવી રીતે બનાવવી તે માટે કમિટી બનાવશે. સીબીએસઇ (CBSE) જાહેર કરેલી સંપૂર્ણ ફોર્મ્યૂલા ગુજરાત બોર્ડ સ્વિકારે તેવી શક્યતા લગભગ નહીવત જોવા મળી રહી છે. સીબીએસઇ (CBSE) બોર્ડ અને ગુજરાત બોર્ડ (Gujarat Board) ની પરીક્ષા અને ગુણભારમાં ફેરફાર હોવાથી સીબીએસઇ (CBSE) બોર્ડની ફોર્મ્યુલા ગુજરાત બોર્ડ માટે સ્વિકારવી મુશ્કેલ છે.

Ahmedabad ની આસપાસ રહો છો તો તમારે ભરવો પડશે Tax, 1500 લોકોને ફટકારી નોટીસ


જોકે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ધોરણ 12ના વિદ્યાર્થીઓ કે જેમને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે તેવા વિદ્યાર્થીના ધોરણ 11 અને ધોરણ 12 ની લેવાયેલી બે ટેસ્ટના માર્ક ગુજરાત બોર્ડે (Gujarat Board) તમામ શાળાઓ પાસેથી મંગાવી દીધા છે. સીબીએસઇ (CBSE) ની ધોરણ 12ની માર્કશીટ અંગેની જોગવાઇનો અભ્યાસ કરવામાં આવશે. ત્યારબાદ કમિટી ભલામણો રાજ્ય સરકારને મોકલશે અને પછી નક્કી થશે કે માર્કશીટ રીતે બનાવવી. 


સીબીએસઈ બોર્ડની શું છે આ 30:30:40 ફોર્મ્યુલા?
બોર્ડે જણાવ્યું કે 30:30:40 ફોર્મ્યુલા હેઠળ ધોરણ 10ના બોર્ડના પરિણામના આધારે 30 ટકા માર્ક્સ, 11માં ધોરણના આધારે 30 ટકા માર્ક્સ અને 12માં ધોરણની પ્રી બોર્ડના આધારે 40 ટકા માર્ક્સ અપાશે. બોર્ડની વેબસાઈટ cbse.nic.in ઉપર પણ તમને આ અંગે વધુ વિગતો મળી રહેશે. 

Online DL કઢાવવાનું વિચારી રહ્યા છો તો સાવધાન થઈ જજો, નહીતર RTO ના બદલે ખાવા પડશે પોલીસ સ્ટેશનના ધક્કા


ધોરણ-12: યુનિટ ટેસ્ટ, મીડ ટર્મ અને પ્રી બોર્ડ એક્ઝામના પરફોર્મન્સના આધારે માર્ક્સ મળશે. જેનું વેટેજ 40 ટકા રહેશે. 


ધોરણ-11: ફાઈનલ પરીક્ષામાં તમામ વિષયોના થિયરી પેપરના પરફોર્મન્સના આધારે માર્ક્સ મળશે. જેનું વેટેજ 30 ટકા રહેશે. 


ધોરણ-10: મુખ્ય 5 વિષયોમાંથી ત્રણ વિષયોના થિયરી પેપરના પરફોર્મન્સના આધારે માર્ક્સ મળશે. આ ત્રણ વિષય એવા હશે જેમાં વિદ્યાર્થીઓનું પરફોર્મન્સ સૌથી સારું હશે. તેનું વેટેજ પણ 30 ટકા રહેશે. 


ક્લાસ 12માં જે પણ પ્રેક્ટિકલ પરીક્ષાઓ અને ઈન્ટરનલ અસેસમેન્ટ તમે આપ્યા હશે તેમાં તમને મળેલા માર્ક્સ જ શાળા સીબીએસઈના પોર્ટલ પર અપલોડ કરશે. શાળા ગત વર્ષોમાં બોર્ડ એક્ઝામ્સમાં પોતાના પરફોર્મન્સના આધાર પર જ માર્ક્સ આપી શકે છે. એટલે કે રેફરન્સ યરનો નિયમ લાગૂ થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube