ઝી બ્યુરો/સુરત: સુરતના રાંદેર સ્થિત મોરા ભાગળ વિસ્તારમાં આવેલી જ્વેલર્સની દુકાનમાં ખરીદીના બહાને ત્રણ જેટલી અજાણી મહિલાઓ જ્વેલર્સની નજર ચૂકવી ચાંદીના 23 જોડ સાંકળા ચોરી ફરાર થઈ ગઈ હતી. જે ઘટનામાં વેપારીની ફરિયાદના આધારે રાંદેર પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં જ સીસીટીવી ફૂટેજ મેળવી ત્રણ પૈકીની બે મહિલા આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ મહિલા ગેંગ દ્વારા આ રીતે અન્ય પણ ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો છે કે કેમ તેની તપાસ પોલીસે હાથ ધરી છે. ચોરીની ઘટનામાં ગયેલ તમામ મુદ્દામાલ પણ પોલીસે કબ્જે કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ આગાહીને અવગણતા નહીં, નવા વર્ષની શરૂઆતમાં જ છે મોટો ખતરો! અંબાલાલ પટેલની મોટી આગાહી


સુરતના રાંદેર પોલીસ મથક ની હદમાં આવેલા મોરાભાગળ વિસ્તારમાં નવકાર જ્વેલર્સ આવેલ છે.સુરતના અડાજણ ખાતે આવેલ વાત્સલ્ય હાઈટ્સ માં રહેતા અને જ્વેલર્સની દુકાનના માલિક અશ્વિન શાહ દ્વારા રાંદેર પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ આપવામાં આવી હતી. જ્વેલર્સ વેપારીની ફરિયાદમાં જણાવ્યાનુસાર, 12 મી ડિસેમ્બરના રોજ તેઓના શો-રૂમ પર અજાણી ત્રણ મહિલાઓ ચાંદીના સાંકળાની ખરીદીના બહાને આવી હતી. જ્યાં ત્રણ પૈકી એક મહિલા દ્વારા વેપારીને પોતાની વાતોમાં ભોળવી અન્ય બે મહિલાઓ દ્વારા નજર ચૂકવી રૂપિયા 60,000 ની કિંમતના 23 જોડ સાંકળાની ચોરી કરી ફરાર થઇ ગઇ હતી. 


ફ્લૂ જેવા 'ખતરનાક' છે Covid-19 JN.1 Variantના લક્ષણો; આ 10 ઉપાયો અજમાવી લેજો...


માલનો સ્ટોક અને સીસીટીવી ફૂટેજની તપાસ કરતા ખરીદીના બહાને આવેલી ત્રણે મહિલાઓ દ્વારા 23 જોડ સાંકળાની ચોરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. વેપારીની ફરિયાદના રાંદેર પોલીસે અજાણી ત્રણ મહિલાઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. રાંદેર પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે મહિલા આરોપીઓનું પગેરૂ મેળવવાની દિશામાં ચક્રોગતિમાન કર્યા હતા. 


હદ થઈ ગઈ! શું કરી રહી છે ગુજરાત પોલીસ? સુરતમાં દંપતી પર આવો તે કંઈ જુલમ હોતા હશે!


સીસીટીવી ફૂટેજ ના આધારે મહિલાઓની ઓળખ મેળવવામાં પોલીસને સફળતા મળી હતી. જ્યાં ત્રણ પૈકીની બે મહિલા આરોપીઓ શોભા ગુલામ ગોપીનાથ જાદવ અને શશીકલા ભગવાન શંકર જાદવને રાંદેર વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવી હતી. જે મહિલા આરોપીઓની અંગઝડતી લેતા ચોરીમાં ગયેલા તમામ મુદ્દામાલ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યો હતો. જયારે ગુનામાં ફરાર અન્ય એક મહિલા આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવી હતી. જે ફરાર મહિલા આરોપીની ધરપકડ કરવાની સાથે અને મહિલા ગેંગ દ્વારા અન્ય કોઈ ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો છે કે કેમ તેની તપાસ હાલ રાંદેર પોલીસે હાથ ધરી છે.


ગુજરાતના ધારાસભ્ય શૈલેષ મહેતાનું પેટ્રોલ પંપ પણ સુરક્ષિત નથી, રાત્રે થયો મોટો કાંડ!