અમદાવાદ: અમદાવાદના પિરાણા પીપલજ રોડ પર આવેલા કપડાના ગોડાઉનમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ લાગી હતી. પીપલજ રોડ પર આવેલા નાનુકાકા એસ્ટેટમાં કપડાના ગોડાઉનમાં લાગેલી આગની ઘટનામાં 10 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે હજુ પણ 1 મિસિંગ હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- અમદાવાદમાં ભીષણ આગ: CM રૂપાણીએ મૃતકોના પરિવારને 4-4 લાખ રૂપિયાની સહાય કરી જાહેર


પિરાણા પિપલ રોડ પર આવેલ નાનુકાકા એસ્ટેટના કાપડના ગોડાઉનમાં 11 વાગ્યાની આસપાસ મોટો બ્લાસ્ટ થયો હતો. ગોડાઉનમા બ્લાસ્ટ થતા તેની છત ધરાશયી થઈ હતી. જેથી નીચે કામ કરી રહેલા મજૂરો પર છત પડી હતી. જો કે, બ્લાસ્ટ બાદ ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. કાટમાળમાં 20 જેટલા મજૂરો ફસાયા હોવાનું જાણાવવામાં આવી રહ્યું છે.


Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube