હવે cctv બન્યા છે પોલીસની ત્રીજી આંખ, આખા અમદાવાદ પર બાજનજર
ગુજરાતમાં કોરોના પોઝિટિવ (coronavirus)ના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે પરિસ્થિતિ પર કાબૂ મેળવવા લોકડાઉન કડક રીતે અમલમાં મુકવામાં આવી રહ્યું છે.
અર્પણ કાયદાવાલા, અમદાવાદ : ગુજરાતમાં કોરોના પોઝિટિવ (coronavirus)ના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે પરિસ્થિતિ પર કાબૂ મેળવવા લોકડાઉન કડક રીતે અમલમાં મુકવામાં આવી રહ્યું છે. રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા નિયમિત રીતે લોકોને ચેતવણી આપે છે કે જો લોકડાઉનનું પાલન નહીં કરવામાં આવે તો કડક પગલાં ભરવામાં આવશે. આ સંજોગોમાં હવે પોલીસે હવે વધારે નક્કર પગલાં ભર્યા છે.
હાલમાં અમદાવાદમાં 3500થી વધુ સીસીટીવી (cctv) કેમેરા લગાવામાં આવ્યા છે અને પાલડી ખાતે આવેલ કંટ્રોલ રૂમમાંથી બેઠા બેઠા વિવિધ વિસ્તારો પર નજર રાખવામાં આવી રહી છે. કોટ વિસ્તારમાં જ્યા કર્ફ્યુ લગાવામાં આવ્યો છે ત્યાં લોકો કર્ફયુંનું પાલન કરે છે કે નહી તે જગ્યાઓ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. જો કોઈ જગ્યાએ વધુ લોકો ભેગા થાય અથવા નિયમોનો ભંગ થાય તેવું લાગે તો કંટ્રોલ રૂમમાં ફોન કરીને પોલીસને જાણ કરવામાં આવે છે.
જ્યમાં કોરોના પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે પોલીસ માટે કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ વધારેને વધારે મુશ્કેલ થઈ રહ્યું છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વિશે જાણકારી આપતા રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ કહ્યું છે કેઅમદાવાદમાં ગઇકાલથી અને સુરતના પાંચ વિસ્તારમાં આજે કર્ફ્યૂનો આદેશ આપવામાં આવ્યો છે. કર્ફ્યુવાળા વિસ્તારોમાં ડ્રોન અને સીસીટીવીથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને તેમાં ભંગ કરતા જોવા મળશે તો કાર્યવાહી કરવામાં આવશે. હજી ઘણા સ્થળોએ લોકડાઉનનો ભંગ કરવામાં આવી રહ્યો છે. ખરીદી માટે નીકળતા લોકો અંતર જાળવતા નથી. સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહીં કરાય તો કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube