સુરત: લુખ્ખા તત્વોએ જાહેરમાં ‘તલવાર વડે કેક કાપી’ જન્મ દિવસની કરી ઉજવણી
સુરતમાં જાહેરમાં તલવાર વડે કેક કાપતો વીડિયો વાયરલ થયો છે. જાહેરમાં બર્થ-ડે પાર્ટીની ઉજવણી કરી રહેલા લુખ્ખા તત્વો દારૂની બોટલ અને લાઉડસ્પીકરનો ઉપયોગ કરીને તલાવાર વડે કેક કાપતો વીડિયો સામે આવ્યો છે. જેમાં જાહેરમાં સુરત પોલીસ કમીશ્નરના જાહેરનામાંનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે.
તેજશ મોદી/સુરત: સુરત(Surat)માં જાહેરમાં તલવાર વડે કેક કાપતો વીડિયો વાયરલ થયો છે. જાહેરમાં બર્થ-ડે પાર્ટીની ઉજવણી કરી રહેલા લુખ્ખા તત્વો દારૂની બોટલ અને લાઉડસ્પીકરનો ઉપયોગ કરીને તલાવાર વડે કેક કાપતો વીડિયો(Video) સામે આવ્યો છે. જેમાં જાહેરમાં સુરત પોલીસ(Surat Police) કમીશ્નરના જાહેરનામાંનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે.
મહત્વનું છે કે સુરતના લુખ્ખા તત્વોમાં આવતા તથા અનેક ગુન્હામાં પોલીસના ચોપડે ચડેલા આરોપી ભૂપત આહિરના મિત્રનો જન્મ દિવસ હોવાથી તેના સાગરિતો દ્વારા જન્મ દિવસની ઉજવણી કરવમાં આવી રહી હતી. સફેદ ટી-શર્ટમાં દેખાઇ રહેલો શખ્શ દીપેશ રાજપૂત છે. આ લુખ્ખા તત્વો દ્વારા સુરત શહેરમાં જાહેર રસ્તાઓ પર દારૂની બોટલો અને તલવાર લઇને કેક કારવાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.
લાચાર ચોર!! વતન જવા માટે ટિકીટના રૂપિયા ન હોવાથી યુવકે સુરતના કારખાનામાં ચોરી કરી
મહત્વનું છે કે ગુજરાત રાજ્યની ગણતરી સુરક્ષિત રાજ્યોમાં કરવામાં આવી રહી છે. પરંતુ સુરતમાં લુખ્ખા તત્વો દ્વારા જાહેરમાં તલવાર વડે કેક કાપી જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. મહત્વનું છે, કે પોલીસ દ્વારા વાયરલ વીડિયોને આધારે તપાસ શરૂ કરવામાં આવી છે
જુઓ LIVE TV :