આ તો વળી કેવી ઉજવણી ? યુવકે તલવારથી કેક કાપી ભયનું વાતાવરણ પેદા કર્યું !
યુવકને તલવારથી કેક કાપી જન્મદિવસની ઉજવણી કરવાનું મોંઘું પડ્યું છે. યુવક વિરુદ્ધ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરોમાં જન્મદિવસની ઉજવણીમાં અવનવા ગતકડા કરવાનો એક ટ્રેન્ડ જોવા મળે છે. જો કે ક્યારેક અમુક ઉજવણી એવી થતી હોય છે કે, તેમાં ન માત્ર નિયમોને નેવે મુકવામાં આવે છે પરંતુ સાથે સાથે સામાન્ય જનતાનાં જીવ પણ જોખમમાં મુકાય અથવા એક પ્રકારનો ડરનો માહોલ પેદા થાય તેવું કરતા હોય છે. આ કદાચ તેમના માટે ઉજવણી હોઇ શકે પરંતુ અન્ય નાગરિકો માટે પરેશાનીનું કારણ બની શકે છે.
મૌલિક ધામેચા/ અમદાવાદ : યુવકને તલવારથી કેક કાપી જન્મદિવસની ઉજવણી કરવાનું મોંઘું પડ્યું છે. યુવક વિરુદ્ધ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરોમાં જન્મદિવસની ઉજવણીમાં અવનવા ગતકડા કરવાનો એક ટ્રેન્ડ જોવા મળે છે. જો કે ક્યારેક અમુક ઉજવણી એવી થતી હોય છે કે, તેમાં ન માત્ર નિયમોને નેવે મુકવામાં આવે છે પરંતુ સાથે સાથે સામાન્ય જનતાનાં જીવ પણ જોખમમાં મુકાય અથવા એક પ્રકારનો ડરનો માહોલ પેદા થાય તેવું કરતા હોય છે. આ કદાચ તેમના માટે ઉજવણી હોઇ શકે પરંતુ અન્ય નાગરિકો માટે પરેશાનીનું કારણ બની શકે છે.
મહેસાણામાં કમોસમી 1 ઇંચ જેટલો વરસાદ સાથે કરા પડતા ખેડૂતોને ભારે નુકસાનની ભીતી
દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદી વાતાવરણ, માવઠાથી ખેડૂતોની માઠી દશા બેઠી
ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર અમદાવાદ જન્મદિવસની ઉજવણી સૌ કોઈ કરતું હશે પરંતુ તલવારથી બર્થડે કેક કાપતા કદાચ જ કોઈને જોયા હશે. અમદાવાદમાં એક યુવકે પોતાના જન્મદિવસની ઉજવણીમાં 18 કેક તલવારથી કાપી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થતા આખરે ફરિયાદ નોંધાઈ છે. માનવામાં આવી રહ્યું છે કે આ યુવક નિકોલ વિસ્તારનો છે અને પાન પાર્લર ચલાવતા આ યુવકે જન્મદિવસની ઉજવણી પોતાના મિત્રો સાથે તલવારથી કેક કાપી કરી હતી. યુવકનું નામ રાજદીપસિંહ જાડેજા છે. જેના વિરુદ્ધ નિકોલ પોલીસે કાયદેસરની ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube