હિમાંશુ ભટ્ટ/ મોરબી: રાજય સરકારના વિકાસલક્ષી પાંચ વર્ષ પૂર્ણ કર્યા છે. ત્યારે રોજગાર દિન નિમિત્તે રાજયના અન્ન નાગરિક પુરવઠા રાજ્યકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની ઉમેદવારોને નિમણુંક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. ત્યારે હાલમાં વિરોધ કરી રહેલા વિરોધ પક્ષના લોકોએ આડે હાથે લેતા કહ્યું હતું કે. તે લોકો પાર્ટીને સારું લગાડવા માટે વિરોધ કરી રહ્યા છે. જો કે, ગુજરાત આજે દરેક દિશામાં નંબર વન છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોરબી નગરપાલિકા ટાઉનહોલ ખાતે રોજગાર કચેરી દ્વારા યોજાયેલ ભરતી મેળા દ્વારા થયેલ પ્લેસમેન્ટ, એપ્રેન્ટીસશીપ યોજનાના પ્લેસમેન્ટ, કોલેજમાં થયેલ ભરતી મેળાના પ્લેસમેન્ટ, સરકારી કચેરીઓમાં પ્લેસમેન્ટ પામેલ ઉમેદવારોને રોજગાર પત્રો એનાયત કરવાનો કાર્યક્ર્મ રાખવામા આવ્યો હતો. જેમાં રોજગાર દિન નિમિત્તે રાજયના અન્ન નાગરિક પુરવઠા રાજ્યકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની ઉમેદવારોને નિમણુંક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.


આ પણ વાંચો:- સરકારી નોકરી મેળવવાની લાલચમાં 10 લાખના ખાડામાં ઉતર્યો યુવાન, પોલીસે ઠગ ટોળકીને ઝડપી પાડી


રાજ્યકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું હતું કે, મોરબીએ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીનું ગમતીલું શહેર છે અને અહી ઉદ્યોગમાં રોજગારી માટે ન માત્ર ગુજરાત પરંતુ દેશના દરેક રાજ્યોમાથી લોકો આવતા હોય છે અને તેઓને રોજગાર મળે છે. ગુજરાતે દરેક ક્ષેત્રમાં પ્રગતિકારી છે જેથી કરીને દેશમાં ગુજરાતને ગ્રોથ એન્જિન તરીકે સ્વીકારવામાં આવે છે. ત્યારે વિરોધપક્ષ દ્વારા હાલમાં જે વિરોધ કરવામાં આવે છે તે તેઓની પાર્ટીનેને સારું લગાડવા માટે વિરોધ કરે છે તેવો કટાક્ષ કર્યો હતો અને તેઓની સરકાર હતી.


આ પણ વાંચો:- રોજગાર દિવસની ઉજવણી પર નીતિન પટેલનો કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું- કોંગ્રેસને વિકાસ પચતો નથી


ગુજરાતમાં ગામડા, શહેર અને રોજગારની સ્થિતિ શું હતી તે સહુ કોઈ જાણે છે. એટલે જ માટે ભાજપની સરકારને વર્ષોથી ગુજરાતનાં લોકો આશીર્વાદ આપી રહ્યા છે અને આગામી દિવસોમાં પણ આશીર્વાદ આપશે તેવો વિશ્વાસ રાજ્યકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ વ્યક્ત કર્યો છે. આ કાર્યક્રમમાં મોરબી-માળીયા વિસ્તારના ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહયા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube