સાળંગપુરઃ આજે દેશભરમાં રક્ષાબંધનના પવિત્ર તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે બહેન ભાઈને રાખડી બાંધી આ પવિત્ર પર્વની ઉજવણી કરવામાં આવે છે. તો રાજ્યના વિવિધ મંદિરોમાં પણ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજી મંદિરે શ્રાવણ મહિનાની પૂનમના દિવસે રાખડીનું પર્વ ઉજવવામાં આવી રહ્યું છે. સવારથી હનુમાન દાદાના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. મંદિરમાં ભક્તોએ મોકલેલી રાખડીના વાઘાથી શણગાર કરવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાળંગપુરમાં રક્ષાબંધનની ઉજવણી
સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે આજે પવિત્ર શ્રાવણ માસ અને રક્ષાબંધન નિમિત્તે હનુમાનજી દાદાને ભક્તોએ મોકલેલ રાખડીના વાઘાનો શણગાર અને સિંહાસને નાળિયેરીના પાનનો દિવ્ય શણગાર કરાયો છે. તેમજ સંતોએ હરિભક્તોને રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. ત્યારે સવારથી મોટી સંખ્યામાં ભક્તોએ દાદાને રાખડી અર્પણ કરી ને દર્શન કરી ધન્યતા અનુભવી હતી.


આ પણ વાંચોઃ કોલેજની 120 વિદ્યાર્થિનીઓએ દેશની રક્ષા કરતા જવાનોને રાખડી બાંધી કરી ઉજવણી


સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે આજે પવિત્ર રક્ષાબંધન પર્વ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. આજે પવિત્ર શ્રાવણ માસ અને નાળિયેરી પૂનમ અને રક્ષાબંધન ના તહેવાર નિમિત્તે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી દાદાને ભક્તોએ મોકલેલ રાખડીના વાઘાનો શણગાર કરાયો છે તેમજ ભક્તોએ મોકલેલ પત્રો દાદાના ચરણે મુકવામાં આવ્યા હતા. તેમજ નાળિયેરી પૂનમ નિમિતે હનુમાનજી દાદાના સિંહાસન ને નાળિયેરી ના પાનનો શણગાર કરવામાં આવ્યો છે.


સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે વહેલી સવારથી ભક્તો હનુમાનજી દાદાને રાખડીઓ ધરાવી તેમજ દાદાના ચરણે પત્રો મુકિને હનુમાનજી દાદાના દિવ્ય શણગાર ના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. સાળગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે સંતો દ્વારા મંદિરે આવેલા હરિભક્તો ને રાખડી બાંધી રૂડા આશીર્વાદઆપી ને પવિત્ર રક્ષાબંધન પર્વ ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.