ગોધરા: પંચમહાલનાં ગોધરા સ્મશાનગૃહમાં દફન કરેલું બાળક ગાયબ થવાની ઘટના સામે આવી હતી. ગોધરા હિન્દુ બાળ સ્મશાનમાંથી દફન બાળક ગાયબ થતા પોલીસ દોડતી થઇ હતી. બાળકનાં મૃતદેહને ખાડો ખોદી ઉઠાવી જવાની ઘટના બની હતી. મહત્વનું છે કે અગાઉ 15 દિવસ પહેલાં મૃત બાળકની દફનવિધિ કરાઇ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દફન કરેલા બાળકને 15 દિવસ બાદ ખાડો ખોદીને કોઇ લઇ જતા અનેક તર્ક વિતર્ક થઇ રહ્યા છે. આ ઘટનાને પગલે બાળકનાં પિતાએ ગોધરા એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી. ગોધરા એ ડિવિઝન પોલીસે દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી છે. આ ઘટના બનતા મોટી સંખ્યામાં લોકો સ્મશાનમાં ઘસી આવ્યા હતા.


વધુ વાંચો...PM મોદીની આ પ્રથા બંધ કરવી રૂપાણી સરકારને પડી ભારે, મુખ્યમંત્રીને સંકટ મોચનની ખોટ


પોલીસ દ્વારા તપાસ શરૂ કરતા શંકા કરવામાં આવી હતી, કે આ વિસ્તારોમાં તાંત્રિક વીધીઓ થતી હોવીથી આ બાળકના મૃતદેહનો ઉપયોગ પણ તાંત્રિક વીધિ માટે કરવામાં આવ્યો હોય શકે છે. અગાઉ પણ આ ગોધરાના આ વિસ્તારોમાં આ પ્રકારની ઘટાનાઓ સામે આવેલી હોવાથી પોલીસે શંકાના અધારે તપાસ શરૂ કરી દીધી છે.