મજૂર વર્ગની સરકાર સામે કેન્દ્ર વ્યાપી હડતાળ, 10 કરોડ કામદારો જોડાશે
કેન્દ્ર સરકાર કામદાર વિરોધી નીતિઓના વિરોધમાં ટ્રેડ યુનિયન કાઉન્સિલના નેજા હેઠળ આવતીકાલથી બે દિવસ 8-9 જાન્યુઆરી માટે બેન્ક, વીજળી, વીમા, મજૂર સંગઠનો, આંગણવાડીના કર્મીઓ સહિતની સરકારી અને અર્ધસરકારી સેવાઓ સાથે સંકળાયેલા આશરે 10 કરોડ જેટલા કામદારો હડતાળ કરશે.
અતુલ તિવારી/અમદાવાદ: કેન્દ્ર સરકાર કામદાર વિરોધી નીતિઓના વિરોધમાં ટ્રેડ યુનિયન કાઉન્સિલના નેજા હેઠળ આવતીકાલથી બે દિવસ 8-9 જાન્યુઆરી માટે બેન્ક, વીજળી, વીમા, મજૂર સંગઠનો, આંગણવાડીના કર્મીઓ સહિતની સરકારી અને અર્ધસરકારી સેવાઓ સાથે સંકળાયેલા આશરે 10 કરોડ જેટલા કામદારો હડતાળ કરશે.
આ હડતાળને ઓલ ઇન્ડિયા બેન્ક એમ્પ્લોઇઝ યુનિયન સહિત દેશભરના વિવિધ સંગઠનો યુનિયનો દ્વારા પણ ટેકો જાહેર કરાયો છે. સરકારની કામદાર વિરોધી નીતિઓ, શ્રમ કાનૂનમાં ફેરફાર, રાષ્ટ્રીયકૃત બેંકોના મર્જર અને ખાનગીકરણ, કોન્ટ્રાકટ પદ્ધતિથી કર્મચારીની ભરતી, કર્મચારીઓને 18,000 લઘુતમ પગાર મળે સહિતના 12 મુદ્દાઓને લઈને હડતાળ કરશે.
હડતાળના સમર્થનમાં કાલે સવારે 11 વાગે વિક્ટોરિયા ગાર્ડનથી રેલી સ્વરૂપે આશરે 4થી 5 હજાર કર્મચારીઓ એકઠા થઈ લેબર કમિશનરને આવેદન પત્ર આપશે. સાથે જ બે દિવસ માટે કામકાજથી અળગા રહેશે જેને કારણે આશરે રૂપિયા 50 હજાર કરોડના ક્લિયરીંગના ચેકો અટવાશે સાથે જ ATMમાંથી કેશ મળી રહેતા લોકોને તકલીફ ઓછી પડશે. પરંતુ બે દિવસિય હડતાળ હોવાથી એકવાર જો ATMમાંથી કેશપૂર્ણ થશે તો તકલીફ પડી શકે છે.