તેજશ મોદી/સુરત : સુરતની તાપી નદીનાં શુદ્ધિકરણ માટેનો પ્રોજેક્ટ કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે મંજૂર કર્યો છે. 21 કરોડનાં વધારા સાથે 973 કરોડનાં પ્રોજેક્ટને મંજૂરી મળી છે. સુરતના મ્યુનિસિપલ કમિશનર એમ.થેનારાસને દિલ્હીમાં તાપીમાં પ્રવેશતું દૂષિત પાણી અટકાવી નદીને સ્વચ્છ રાખવાના માસ્ટર પ્લાનનું પ્રેઝન્ટેશન આપ્યું. તેમનાં પ્રેઝન્ટેશન બાદ પર્યાવરણ મંત્રાલયે એક પણ સવાલ પૂછ્યા વિના પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તાપી નદીના ઉપરવાસમાથી ઠલવાતુ દુષિત પાણી અટકાવી નહિને સ્વચ્છ કરવા માટે પાલિકાએ રુ 922 કરોડનો તાપી શુધ્ધિકરણનો માસ્ટર પ્લાન તૈયાર કર્યો હતો. આ પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકાર તરફથી આજે લીલી ઝંડી મળી ગઈ છે. કેન્દ્રના માત્ર પર્યાવરણ મંત્રાલયની મંજૂરી લેવાની બાકી હતી. જેને આજે  કેન્દ્ર સરકારની ગ્રાન્ટ માટે દિલ્હીમાં રજૂ કરાયો હતો. આજે મ્યુનિસિપલ કમિશનર એમ.થૈનારાસન અને સિટી ઇજનેર ભરત દલાલે  રુ 922 કરોડની યોજનાનું પ્રેઝન્ટેશન દિલ્હીમાં રજૂ કર્ય હતું. 


ઉલ્લેખનીય છે કે, સુરત શહેરના લોકોને પીવાનુ પાણી પૂરી પાડતી તાપી નદીમા દરરોજ 38 કરોડ લિટર દૂષિત પાણી ઠલવાય છે. છેલ્લા છ મહિનામાં પાલિકાએ વાલક અને વરાછા ખાડી ડાયવર્ટ કરવાની કામગીરી પૂરી કરી 100 એમએલડી કરતા વધારે દૂષિત પાણીને ડાયવર્ટ કરવામા સફળતા મેળવી છે. તાપી નદીમા ખોલવડ, કામરેજ, અંબોલી, કઠોર ગામ, પાસોદરા, બૌધાન સહિતના વિસ્તારોમાથી ગટરનું દુષિત પાણી નદીમા ઠલવાય છે. ઉકાઇ ડેમમાથી નદીનું પાણી નીકળે ત્યારે તે શુદ્ધ હોય છે. પરંતુ સુરત સુધી પહોંચતા જ વચ્ચેના ગામોનું ગટરનુ પાણી ભળે છે. જેને કારણે પાણીની રો વોટર ક્વોલિટી ખરાબ થઈ ગઈ છે. પાલિકા ઉપરાત સુડા અને જિલ્લા પંચાયત વિસ્તારમા નદીને લગતી કામગીરી કરવાનો માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. આ યોજના પાછળ કુલ 922 કરોડનો ખર્ચ થનાર છે. ત્યારે આ યોજનાને લઇ આજે દિલ્હીમાં મ્યુનિસિપલ કમિશનર એમ. થૈનારાસન અને સિટી ઇજનેર પ્રેઝન્ટેશન કરાયું હતું. લોકસભાની ચૂંટણી જાહેર થાય તે પહેલા તાપી શુધ્ધિકરણ યોજનાને મંજૂરી મળી જાય તેવી પૂરેપૂરી શકયતા તો હતી, જેને મંજૂરી મળી જતા હવે સુરત વચ્ચેથી પસાર થતી નદી શુદ્ધ થશે.