નવનીત દલવાડી, ભાવનગર: ભાવનગર (Bhavnagar) જિલ્લામાં અલંગ ઉદ્યોગના કારણે શિપબ્રેકિંગ અને રોલિંગ મિલોનો વ્યવસાય ધમધમી રહ્યો છે, જેના કારણે દેશભરના સ્ટીલ ઉદ્યોગમાં ભાવનગર (Bhavnagar) ની આગવી ઓળખ ઉભી થઇ છે. હવે આમાં વધુ એક મોરપીંછનો ઉમેરો થવા જઈ રહ્યો છે, જેમાં કેન્દ્ર સરકારે વેહિકલ સ્ક્રેપ યાર્ડની સ્થાપના માટે ભાવનગર (Bhavnagar) જિલ્લાની પસંદગી કરવા આગેકૂચ કરી છે, જેમાં તારીખો વટાવી ચૂકેલા વાહનોને સ્ક્રેપ યાર્ડ (Scrap Yard) માં મોકલવા સરકારે નિયમો બનાવ્યા છે, સાથે વય મર્યાદા વટાવી ચૂકેલા વાહનો અંગે કેન્દ્ર સરકારે વિચારણા કરી છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગોમતીપુરમાં અંધશ્રદ્ધાનો અનોખો કિસ્સો: ચોરીના રૂપિયાની ભાળ મેળવવા ભુવા પાસે ગયા અને પછી...


ભાવનગર જિલ્લામાં બનશે વ્હિકલ સ્ક્રેપ યાર્ડ
ભાવનગર જિલ્લામાં વ્હિકલ સ્ક્રેપ યાર્ડ (Scrap Yard) બનાવવા આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં અલંગ (Alang) ની નજીકના વિસ્તારમાં વ્હીકલ સ્ક્રેપ યાર્ડ બનાવવામાં આવે એવી પૂરી શક્યતાઓ જોવાઈ રહી છે. અને એ માટે સ્ક્રેપ સાથે સંકળાયેલા ધંધાર્થીઓ સાથે વાતચીત શરૂ કરી દેવામાં આવી છે. ચાલુ નાણાકીય વર્ષ માંજ નવું વ્હિકલ સ્ક્રેપ યાર્ડ ધમધમતું કરવા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.


કેવી રીતે કામ કરશે વ્હિકલ સ્ક્રેપયાર્ડ
વ્હિકલ સ્ક્રેપ યાર્ડ (Scrap Yard) બનાવવા સાથે તેમાં સાધનોની જરૂરિયાત, કેટલો ખર્ચ થઈ શકે, તેનું ભવિષ્ય કેવું હશે, તેમાંથી નિકળતા અલગ અલગ પ્રકારના સ્ક્રેપ, કઈ રીતે વેચાણ કરવું, ટ્રાન્સપોર્ટ સુવિધા, વાહનો તોડતા સમયે તેમાંથી નિકળતા પ્રદૂષણ ફેલાય તેવા કચરાનો નિકાલ, અલંગમાં કાર્યરત ટીએસડીએફ સાઇટ પર કેવા પ્રકારના કચરાને મોકલી શકાય અને તેનો કેટલો ખર્ચ લાગે વગેરે બાબતે ગંભીર વિચારણા કરવામાં આવી રહી છે,

આ છે ગુજરાતનો પ્રથમ આધુનિક સોલાર કેટલફીડ પ્લાન્ટ, માત્ર 3 અધિકારી, 300 મેટ્રિક ટનનું ઉત્પાદન છે ને કમાલ


સ્ક્રેપ યાર્ડ માટે ભાવનગરની પસંદગી શું કામ ?
ભાવનગર (Bhavnagar) પાસે અલંગ ખાતે શિપ રિસાયક્લિંગ યાર્ડ વિશ્વમાં અગ્રીમ સ્થાન ધરાવે છે, સ્ટીલ ઉદ્યોગ ક્ષેત્રે ભાવનગરની રી-રોલિંગ મિલો દેશમાં આગવો હિસ્સો ધરાવે છે. જહાજ ભાંગવા દરમ્યાન નિકળતા કચરાના નિકાલ માટે અત્યાધુનિક પ્લાન્ટ કાર્યરત છે, ટ્રાન્સપોર્ટ, રસ્તા, પાણી, વિજળી જેવી પર્યાપ્ત વ્યવસ્થા મોજૂદ છે. 


તેમજ સ્ક્રેપ યાર્ડમાંથી નિકળતો ભંગાર રી-રોલિંગ મિલોમાં ઉપયોગમાં લઇ શકાય છે, અલંગ શિપ રિસાયક્લિંગ યાર્ડમાં પ્રદૂષિત કચરો, વેસ્ટ ઓઇલ વગેરે ના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કાર્યરત છે, જ્યારે અન્ય પ્રકાર ના સ્ક્રેપ માટે ગુજરાત ના કડી, કલોલ, જામનગરમાં આવેલા ઉદ્યોગોમાં મોકલી શકાય છે, ઉપરાંત જિલ્લામાં નવી રોજગારીની તકો માર્ગ મોકળો બનશે. આમ દરેક રીતે ભાવનગર જિલ્લામાં સ્ક્રેપ યાર્ડ (Scrap Yard) બને તો તમામ રીતે યોગ્ય સાબિત થઈ શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube