સેન્ટ્રલ GST કમિશનરે મોઢામોઢ કહી દીધું, ‘સુરતમાં બધા વેપારીઓ ચોર છે’
છેલ્લા એક મહિનાથી ઇઉ-વે બિલની ચકાસણીમા સેન્ટ્રલ જીએસટીના અધિકારીઓ દ્વારા વધી રહેલી હેરાનગતિને પગલે ફોગવાનું એક ડેલિગેશન જોઇન્ટ કમિશનરને મળવા માટે પહોંચ્યુ હતુ. જોકે ત્યા તેમને કડવો અનુભવ થયો હતો. જોઇન્ટ કમિશનર દ્વારા વેપારીઓ ઓફિસમા પ્રવેશ્યા કે તેમનો ઉધરડો લઇ ‘સુરતમાં બધા વેપારીઓ ચોર છે’ તેવું વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. જેને પગલે વેપારીઓમા રોષ જોવા મળ્યો હતો.
ચેતન પટેલ/સુરત : છેલ્લા એક મહિનાથી ઇઉ-વે બિલની ચકાસણીમા સેન્ટ્રલ જીએસટીના અધિકારીઓ દ્વારા વધી રહેલી હેરાનગતિને પગલે ફોગવાનું એક ડેલિગેશન જોઇન્ટ કમિશનરને મળવા માટે પહોંચ્યુ હતુ. જોકે ત્યા તેમને કડવો અનુભવ થયો હતો. જોઇન્ટ કમિશનર દ્વારા વેપારીઓ ઓફિસમા પ્રવેશ્યા કે તેમનો ઉધરડો લઇ ‘સુરતમાં બધા વેપારીઓ ચોર છે’ તેવું વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. જેને પગલે વેપારીઓમા રોષ જોવા મળ્યો હતો.
જોલવા, કીમ, પીપોદરા, પાંડેસરા સહિતના વિસ્તારોમા ઇ-વે બિલના ચેકિંગનુ અભિયાન જીએસટી વિભાગના અધિકારીઓ દ્વારા ચાલી રહ્યુ છે. મોટાભાગના ગ્રે કાપડ જોબવર્ક પર જતા હોવાનુ કારણ ઉઘોગકારો આપી ઇ-વે બિલમાથી મુક્તિની માંગ સાથે ફોગવાનુ એક પ્રતિનિધિ મંડળ વેપારીઓ સાથે સેન્ટ્રલ જીએસટીના કમિશનર અમિત સિંઘલને મળવા માટે પહોંચ્યુ હતુ. જોકે ત્યા વેપારીઓને જિંદગીનો કડવો અનુભવ થશે તે જાણ ન હતી.
વેપારીઓ જેવા ઓફિસમા પ્રવેશ્યા કે તુંરત જ જોઇન્ટ કમિશનર અમિત સિંઘલે બગડતા જણાવ્યું હતું કે, આ 5 હજાર કરોડોની ઘોટાલાની ફાઇલ છે, સુરતના બધા વેપારીઓ ચોર છે. આટલુ સાંભળતાની સાથે જ વેપારીઓ દ્વારા પણ જણાવવામા આવ્યું હતું કે પોતે 600 કરોડની ક્રેડિટ ગુમાવી છે, તો અમે કંઇ રીતે ચોર હોઇ શકે. શરુઆતમા ગરમાગરમી બાદ વેપારીઓનો ગુસ્સો જોઇને અધિકારીઓએ તેમની વાતો સાંભળી હતી અને વહેલી તકે તેમના પ્રશ્નોનુ નિરાકરણ લાવવાનો દિલાસો આપ્યો હતો.