જયેન્દ્ર ભોઇ/હાલોલ: પંચમહાલ જીલ્લાના હાલોલ ખાતે આવેલ એક કંપનીમાં સેન્ટ્રલ જીએસટી વિભાગની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાં સેન્ટ્રલ જીએસટી તેમજ અન્ય કર સહિતની કુલ 70 કરોડની કર ચોરી ઝડપાઈ છે. પંચમહાલ જીલ્લાના હાલોલ ખાતે આવેલ વિશ્વ વિખ્યાત જીઆઇડીસીમાંથી સેન્ટ્રલ જીએસટી વિભાગ દ્વારા ગત રાત્રીના દરોડા પાડવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલોલ જીઆઈડીસી ફેઝ ૩માં આવેલ એક યુનિટમાં જીએસટી વિભાગના અધિકારીઓને મળેલી માહિતીના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ યુનિટમાંથી તપાસ દરમિયાન પ્રતિબંધિત ગુટખા અને પાનમસાલા આ યુનિટમાં બનાવવામાં આવતા હતા. તેમજ આ પ્રકારના પ્રતિબંધિત ગુટખા પાન મસાલાનું ઉત્પાદન કરી તેનું પેકિંગ કરીને મધ્યપ્રદેશ રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં તેનું વેચાણ કરવામાં આવતું હોવાનું પણ બહાર આવ્યું હતું.


સુરત: એરપોર્ટના જોઇન્ટ જનરલ મેનેજર રૂપિયા 30 હજારની લાંચ લેતા ઝડપાયા


તપાસ અધિકારીઓએ જીએસટી તેમજ અન્ય કર બાબતની તપાસ કરતા કપની માલિક દ્વારા કોઇપણ પ્રકારનો જીએસટી કે અન્ય કર ભરપાઈ કરવામાં ન આવ્યો હોવાનું જણાઈ આવ્યું હતું. કંપની માલિક દ્વારા 70 કરોડ રૂપિયાની માતબર રકમના જીએસટી અને અન્ય કરની ચોરી કરવામાં આવી હતી. જે અનુસંધાને જીએસટી વિભાગ દ્વારા આ કંપનીમાં પ્રતિબંધિત ગુટખા અને પાનમસાલા બનાવવા તેમજ તેને પેકિંગ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતી તમામ મશીનરી સહીત સાધન સામગ્રીને સીઝ કરી દેવામાં આવી છે .