Amul Election : આઝાદી બાદ પહેલીવાર અમૂલમાં ભાજપની સત્તા આવી છે. ભાજપે પહેલીવાર અમૂલમાં સત્તાનો સ્વાદ ચાખ્યો છે. આજે અમૂલની ચૂંટણીમાં ભાજપના ચેરમેન અને વાઈસ ચેરમેન નિાયા છે. પીએમ મોદીના નેતૃત્વ અને સહકાર મંત્રી અમિત શાહની આગેવાનીમાં ડેરી પર ભાજપનો સંપૂર્ણ કબજો છવાયો. વિપુલ પટેલ નવા ચેરમેન અને કાન્તી સોઢા પરમાર વાઇસ ચેરમેન બન્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છેલ્લા 25 વર્ષથી દૂધિયા રાજકારણમાં દબદબો ધરાવતા રામસિંહ પરમારનું એક હથ્થું શાસન આજે ભાજપે પુરું કરી દીધું છે. રામસિંહ પરમાર માટે હવે સહકારી ક્ષેત્રનો રસ્તો બંધ થઈ ગયો છે. રામસિંહે દીકરા યોગેન્દ્રને ધારાસભ્ય બનાવી લીધો પણ સહકાર ક્ષેત્રનું રાજકારણ પુરું કરી દીધું છે.  રામસિંહ પરમાર ભાજપમાં હોવા છતાં સ્થાનિક સંગઠનને ક્યાં વાંકું પડ્યું એ હાલમાં સૌથી ચર્ચા તો સવાલ છે. આજે અમૂલની ચૂંટણી પહેલાં ભાજપે મોટો ખેલ પાડીને 3 સહકારી ડિરેક્ટરોને ભાજપમાં જોડ્યા છે. 3 દિવસ પહેલાં કમલમ ખાતે અમુલ ડેરીના 3 ડિરેક્ટરે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના વરદ હસ્તે ખેસ અને ટોપી ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. ગુજરાતના સહકારી ક્ષેત્રમાં કોંગ્રેસનો દબદબો હતો. જે દબદબાને અમિત શાહે એક્ટિવ થઈને હવે લગભગ પૂરો કરી દીધો છે ફેડરેશનમાં પણ મોટાભાગની ડેરીઓના ચેરમેન ભાજપ પ્રેરિત છે.  


આ પણ વાંચો : 


‘સાસુએ મને કંઈ પીવડાવ્યું છે’ ચકચારી મોનિકા આપઘાત કેસમા ઓડિયો ક્લિપ બની મોટો પુરાવો


વેલન્ટાઈન સ્પેશ્યલ : સુરતના આ ગામમાં ૯૦ ટકા લોકો ત્રણ પેઢીથી ગામમાં જ કરે છે પ્રેમલગ


ગુજરાતના સહકારી રાજકારણમાં અમૂલ સંલગ્ન રાજકારણ સૌથી ટોચ પર હોય છે. દૂધિયું રાજકારણ એટલું  ફેલાયેલું છે કે ગુજરાતના 18 હજાર ગામડાઓને સીધી અસર કરે છે. કોંગ્રેસમાંથી આણંદના પૂર્વ ધારાસભ્ય કાંતિ સોઢા પરમારે વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સામે કારમી હારના 50 દિવસમાં કમલમ જઈને ખેસ પહેરી લેતાં સૌને આશ્વર્ય થયું છે. હવે એમને સીધો લાભ મળ્યો છે. આજે ભાજપે એમને અમૂલના વાઈસ ચેરમેન જાહેર કર્યા છે. આ રાજરમત પાછળ દૂધનું સહકારી રાજકારણ જવાબદાર છે. એવું કહેવાય છે કે રામમિંહ પરમારને હવે રિપિટ કરવા ઈચ્છતું નથી. એટલા માટે વધુ એક કોંગ્રેસીને ભાજપમાં લવાયા છે. આ સંજોગોમાં આણંદ સંઘમાં રામ સિંહ પરમારનું જૂથ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમાર સાથે ભળે છે કે કેમ એ સૌથી મોટો સવાલ હતો. હવે પાટીલે આ ખેલ પણ પૂરો કરી દીધો છે. હવે ભાજપે આઝાદી બાદ પ્રથમવાર કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરીને અમૂલ પર કબજો જમાવ્યો છે.  


આ ગુજરાતીની પ્રેમકહાની વાંચીને તમારી આંખો પણ ભીની થઈ જશે એની 100% ગેરંટી!


ગુજરાતમાં થોડા દિવસ પહેલાં જ કાંતિ સોઢા પરમાર કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાતા રામસિંહ પરમારની સત્તા જશેનું ફાયનલ થઈ ગયું હતું. આજે કાંતિ સોઢા પરમાર એ વાઈસ ચેરમેન બન્યા છે. જેઓ જોડાયા બાદ બીજા 3 ડિરેક્ટરો ભાજપમાં જોડાયા છે. આમ 15 ડિરેક્ટરોમાં 13 ડિરેક્ટરો ભાજપના થતાં આજે થયેલી ચૂંટણીમાં ભાજપના વિપુલ પટેલ ચેરમેન બન્યા છે. રામસિંહ પરમાર 25 વર્ષથી આ ડેરી પર એક હથ્થુ શાસન ચલાવતા હતા. જેમના ભાજપમાં જોડાવવા છતાં મૂળ કોંગ્રેસીનો થપ્પો હોવાથી ભાજપે એમને ઘરભેગા કરી દઈ વિપુલ પટેલ પર દાવ ખેલ્યો છે. કોંગ્રેસીઓને ટેકાને પગલે આઝાદી બાદ પ્રથમવાર અમૂલમાં ભાજપની સત્તા આવી છે. આમ સહકારી ક્ષેત્રમાંથી કોંગ્રેસનો એકઠો કાઢી નાખવાના મોદી અને અમિત શાહનું મુખ્ય લક્ષ ગુજરાત ભાજપે પુરૂ કરી દીધું છે.