ઉદય રંજન , અમદાવાદ :  અમદાવાદના એક જવેલર્સમાં કર્મચારીએ રૂ 60 લાખના દાગીનાની ઉચાપત કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મેનેજરે જ્વેલર્સના માલિકનો વિશ્વાસ કેળવી ચૂનો ચોપડ્યો હતો પરંતુ વેપારીને શંકા જોતાં તેણે સીસીટીવી ચેક કરતાં સમગ્ર ફાંડો ફૂટ્યો હતો. આ અંગે બોડકદેવ પોલીસ ગુનો નોંધી આરોપીની કરી ધરપકડ કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘટનાની વાત કરીએ સાયન્સ સીટીમાં આવેલી અલંકાર જવેલર્સ ના માલિક મનોજભાઈ પટેલ એ ફરિયાદ નોંધાવી છે કે તેમના જવેલર્સમાં મેનેજર તરીકે કામ કરતા વિક્રમભાઈ રાવલે તેમની જાણ બહાર ટુકડે ટુકડે રૂ 60 લાખના દાગીનાની ઉચાપત કરીને બીજે વેચી દીધા છે. સોનાના દાગીના મીસીંગ થતા વેપારીને શંકા ગઈ હતી અને તેમણે સીસીટીવી ચેક કરતા મેનેજર વિક્રમભાઈ રાવલ દાગીનાની ચોરી કરતા કેદ થયા હતા. જેથી વેપારી ઓ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 


આ અંગે પોલીસને જણાવ્યું હતું કે પકડાયેલ આરોપી વિક્રમ રાવલ છેલ્લા 2 વર્ષથી અલંકાર જવેલર્સ મા મેનેજર તરીકે નોકરી કરતો હતો. આ જવેલર્સ સોના ચાંદીના વેપારીઓ પાસેથી તૈયાર દાગીનાની ખરીદી કરીને વેચાણ કરે છે. જેથી મહારાષ્ટ્રથી તૈયાર દાગીના આવે ત્યારે દાગીના ખરીદી કરીને કંપનીના ટેગ લગાવીને દાગીનાનું વેચાણ કરવાના વ્યવહારની માહિતી આરોપી રાખતો હતો. 


કંપનીએ દાગીનાની કરેલી ખરીદ વેચાણની એન્ટ્રી કોમ્પ્યુટર અને મેન્યુઅલ ચોપડામાં લખતો હતો. એક વર્ષ પહેલાં તેને લાલચ આવતા તેણે દાગીનાની ચોરી શરૂ કરી હતી અને હિસાબોના લખાણમા પણ ચેડા શરૂ કર્યા હતા. આ બાબતની જાણ વેપારીને થતા તેમણે મેનેજર પર વોચ રાખીને સીસીટીવી ફૂટેજ ચેક કરતા મેનેજરનો ભાંડો ફુટ્યો હતો. બોડકદેવ પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. 


જવેલર્સમાં થયેલી 60 લાખની ચોરી અને ઉચાપતને લઈને બોડકદેવ પોલીસે વિક્રમ રાવલ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. આ સોનાના દાગીના આરોપીએ કયા કયા સોની વેપારીને વેચ્યા છે. તેમની પાસેથી મુદ્દામાલ જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરી છે.