Amul Election બુરહાન પઠાણ/આણંદ :  આણંદ ખાતે તા.14મી ફેબ્રુઆરીનાં રોજ સવારે 11 કલાકે અમુલ ડેરી ખાતે ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંધ અમૂલ ડેરીનાં નિયામક મંડળનાં ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે  ચુંટણી યોજનારી છે, જેને લઇને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમૂલ ડેરીનાં નિયામક મંડળનાં ચેરમેન અને વાઈસ ચેરમેનપદની ચુંટણી માટે ચુંટાયેલા 13 ડિરેકટરો અને ફેડરેશનનાં પ્રતિનિધિ તેમજ સહકારી મંડળીઓનાં રજિસ્ટ્રાર સહીત 15 સભ્યો મતદાન કરી ચેરમેન અને વાઈસ ચેરમેન ચૂટશે. અમૂલ ડેરીમાં ભાજપ પ્રેરીત ચૂંટાયેલા ત્રણ સભ્યો હતા, જ્યારે તાજેતરમાં અમૂલ ડેરીનાં પાંચ ડિરેકટરો વિધિવત રીતે ભાજપમાં જોડાતા આ વખતની ચુંટણીમાં ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી હોવાથી ભાજપ નક્કી કરશે તે ચેરમેન અને વાઈસ ચેરમેનપદે ચૂંટાશે તે નક્કી છે,


અમૂલ ડેરીમાં રામસિંહ પરમાર, રાજેશ પાઠક ( પપ્પુ પાઠક), વિપુલભાઈ પટેલ ડુમરાલવાળા અગાઉથી જ ભાજપમાં છે, જ્યારે તાજેતરમાં કાંતીભાઈ સોઢા પરમાર, ધેલાજી જાલા, શારદાબેન પરમાર, સીતાબેન પરમાર અને જુવાનસિંહ ચૌહાણ ભાજપમાં જોડાતા ભાજપ પાસે હવે આઠ ડીરેકટરોની સંખ્યા થતા બોર્ડ ઓફ ડીરેકટરમાં ભાજપએ બહુમતી મેળવી લીધી છે, જ્યારે કોગ્રેસ પાસે હવે માત્ર પાંચ સભ્યો રહે છે.


આ વખતે ચેરમેનપદે વિપુલભાઈ પટેલ ડુમરાલવાળા અથવા રાજેશ પાઠક તેમજ વાઈસ ચેરમેનપદે કાંતીભાઈ સોઢાપરમાર બિનહરિફ ચુંટાઈ આવે તેમ લાગી રહ્યું છે, જો કે પ્રદેશમાંથી જે નામ નક્કી થશે તે નામનું કવર આવશે અને તેમાંથી જે નામ આવશે તે ચેરમેન અને વાઇસ ચેરમેન બનશે.


અમૂલમાં હાલમાં ચેરમેનપદે રામસિંહ પરમાર અને વાઈસ ચેરમેનપદે  રાજેન્દ્રસિંહ પરમાર છે, જેઓનાં હોદ્દાની મુદ્દત પૂર્ણ થતા ચુંટણી યોજાઈ રહી છે, ણ હજાર કરોડથી વધુનાં ટર્ન ઓવર ધરાવતી અમૂલ ડેરીમાંથી આ વખતે રામસિંહ પરમાર અને રાજેન્દ્રસિંહ પરમાર વિદાય લે તેમ લાગી રહ્યું છે.