અમદાવાદ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ અમદાવાદના પ્રવાસે છે. ત્યારે ઇન્કમટેક્સ ખાતે નવ નિર્મિત ફ્લાયઓવરનું ઉદ્દઘાટન કરીને સામાન્ય જનતા માટે ખુલ્લો મુક્યો હતો. અને ત્યાર બાદ બી.કે પટેલ હોલનું ઉદ્દઘાટન કરીને અમિતશાહ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે, કે આશ્રમ રોડ બનેલા નવનિર્મિત ફ્લાયઓવર બ્રિજનું ગૃહ પ્રધાન અમિત શાહ લોકાર્પણ કરશે. ઉસ્માનપુરથી બાટા હાઉસ તરફ જતા ઈન્કમટેક્ષ જંકશન પર 57.50 કરોડના ખર્ચે બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ બ્રિજ 805 મીટર લંબાઈ તથા 19.50 મીટર પહોળાઈની સાથે 2*2.5 લેન ધરાવે છે. બ્રિજની નીચે 175 ફોર વહીલર, 450 ટુ વહીલર માટે પાર્કિગ સુવિધાની સુવિધા ઉભી કરવામાં આવી છે.


જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે કેન્દ્રિય ગૃહમંત્રી અમિતશાહે ભાજપના અભિનંદન સમારોહમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે લોકસભામાં તેમને જંગી બહુમતથી વિજયી થવા માટે ગુજરાતની જનતાનો આભાર માન્યો હતો. જનસંધના સમયથી દેશસેવા કરી રહ્યો છું. જનસંધના સમયથી ભારતીય જનતા પાર્ટીએ દેશના લોકતંત્રને ઉચ્ચ સ્તરે પહોંચાડવાનું કાર્ય કર્યું છે. દરેક પરાજયમાંથી કોંગ્રેસ તૂટી છે. પણ ભારતીય જનતા પાર્ટીના ક્યારેય ભાગ નથી પડ્યા નથી. દેશમાં કોઇ એવું રાજ્ય નથી જેમાં ભાજપનો ભગવો ન લહેરાયો હોય. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરમાં વિજયનો અહમ ન આવવો જોઇએ અને હારની નિરાશા પણ ન આવવી જોઇએ. 


વધુમાં ગૃહમંત્રી અમિતશાહે જણાવ્યું કે, કેરળ, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સામાં ભાજપની સરકાર બનાવવાની છે. ફક્ત રાજ્યોમાં સરકાર બનાવવું લક્ષ્ય નથી પણ દેશને સમગ્ર વિશ્વ માં ગૌરવ અપાવવા કામ કરવાનું છે. કોંગ્રેસના રાજ્યમાં શરૂ થયેલી પ્રથાઓ નરેન્દ્ર મોદીએ દૂર કરી છે. પ્રધાનમંત્રી બન્યા બાદ પણ સૌથી વધુ પરિશ્રમ કોઈ કરતું હોય તોએ પ્રધાન મંત્રી કરે છે. સમગ્ર દુનિયામાં દેશનું નામ આગળ વધારવાનું કામ નરેન્દ્ર મોદીએ કર્યું છે. 


એક સમય હતો ભારતના પ્રધાનમંત્રી ને કોઈ પૂછતું નહોતું. આજે ભારતના પ્રધાનમંત્રીનો અભિપ્રાય લેવામાં આવે છે. 15 ઓગસ્ટ એ લાલ કિલ્લા પરથી વડાપ્રધાને જાહેરાત કરી હતી. 2022 સુધી તમામ લોકો પાસે પોતાના ઘર હશે. 2022 સુધી એક પણ વ્યક્તિ એવી નહિ હોય જેને જમવાનું ન મળતું હોય. 5 વર્ષમાં 50 કરોડ લોકોની અસુવિધાઓ દૂર કરવા નરેન્દ્ર ભાઈએ પ્રયાસ કર્યો છે. 


દેશના 50 કરોડના લોકોના આશીર્વાદથી ભારતીય જનતા પાર્ટીની 300 કરતા પણ વધુ સીટો આવી છે. દેશમાં આઝાદી બાદ પહેલી વાર ભાજપ કોઇ એવો પક્ષ બન્યો જેણા પોતાના કામ અને વિકાસના આધારા પર ચૂંટણી લડી હતી. આ દેશમાં જાતિવાદ, પરિવારવાદ અને તૃષ્ટિકરણ વડાપ્રધાન મોદીએ નાબૂદ કર્યા છે. પાકિસ્તાનના અડપલાં બંધ ન થયા ત્યારે તેના ઘરમાં ઘૂસીને હાડકા ખોખરા કરવાનું કામ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી બતાવ્યું છે. 


સુરત આગકાંડ : વાલીઓ તરફી વકીલની કારમાંથી થઈ અગ્નિકાંડના દસ્તાવેજોની ચોરી

ગૃહ મંત્રી બન્યા પછી પ્રથમવાર અમિત શાહ ત્રીજી તારીખે આવી રહ્યા છે, ત્યારે કાર્યકર્તાઓના ઉત્સાહ વધુ આજે વધુ જોવા મળ્યો છે. ત્યારે ગુજરાતમાંથી 26 માંથી 26 બેઠક ભાજપ જીતનો જશ્ન તેમની હાજરીમાં ફરીથી ઉજવવામાં આવશે. ત્યારે આજે એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. અમદાવાદમાં તેઓ AMCના 2 વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ કરવાના છે. 


અમદાવાદના આ રસ્તાઓ પરથી પસાર થશે રથયાત્રા, જાણી લો રુટ અને કયા રસ્તાઓ બંધ રહેશે


જુઓ LIVE TV