હવે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ બન્યા પેજ પ્રમુખ
- ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ દ્વારા અગાઉ જાહેર સભામાં કહેવામાં આવ્યું હતું કે, જેને પણ વિધાનસભાની ટિકિટ જોઈતી હોય તેઓએ પહેલાં પોતાનું પેજ મજબૂત કરવું પડશે. કામ કરશે એને જ ટિકિટ મળશે તેવી ટકોર પણ તેઓએ કરી હતી
બ્રિજેશ દોશી/ગાંધીનગર :ભાજપના મંત્રી મોવડીઓમાં પેજ પ્રમુખ બનવાનો સિલસિલો શરૂ થયો છે. સીઆર પાટીલ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અત્યાર સુધી પોતાના વોર્ડમાં પેજ પ્રમુખ બની ચૂક્યા છે. ત્યારે આ લિસ્ટમાં હવે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા (mansukh mandavijay) નું નામ સામેલ થયું છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ પેજ પ્રમુખ (page president) બન્યા છે. તેઓ પાલિતાણા વિધાનસભાના 122 નંબરના બૂથ પરના પેજ પ્રમુખ બન્યા છે. તેઓએ ભાવનગર જિલ્લા પ્રમુખને પોતાના પેજની યાદી સોંપી છે. ભાજપ પ્રમુખ સીઆર પાટીલે તમામ સાંસદો, ધારાસભ્યોને પેજ સમિતિનું કામ પૂર્ણ કરવા ટકોર કરી હતી. જેના બાદ આ સિલસિલો શરૂ થયો છે.
આ પણ વાંચો : કચ્છ માટે ગેમ ચેન્જર બનશે ડિસેલિનેશન પ્લાન્ટ, જેનું ખાતમુહૂર્ત પીએમ મોદી કરશે
[[{"fid":"296372","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"mansukh_madaviya_zee.jpg","field_file_image_title_text[und][0][value]":"mansukh_madaviya_zee.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"mansukh_madaviya_zee.jpg","field_file_image_title_text[und][0][value]":"mansukh_madaviya_zee.jpg"}},"link_text":false,"attributes":{"alt":"mansukh_madaviya_zee.jpg","title":"mansukh_madaviya_zee.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]
હવે ભાજપમાં દિગ્ગજ નેતાઓ પેજ પ્રમુખ બનીને મોટી ભૂમિકા ભજવી રહ્યાં છે. પ્રદેશ પ્રમુખ, મુખ્યમંત્રી બાદ હવે નાયબ મુખ્યમંત્રી પણ પેજ પ્રમુખ બન્યા છે. તાજેતરમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર. પાટીલે આ વિશે આહવાન કર્યું હતું. ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ દ્વારા અગાઉ જાહેર સભામાં કહેવામાં આવ્યું હતું કે, જેને પણ વિધાનસભાની ટિકિટ જોઈતી હોય તેઓએ પહેલાં પોતાનું પેજ મજબૂત કરવું પડશે. કામ કરશે એને જ ટિકિટ મળશે તેવી ટકોર પણ તેઓએ કરી હતી. વોર્ડમાં સારું પ્રદર્શન કરવા માટે પેજની ટીમ મજબૂત હોય એ જરૂરી છે અને સમયે તેનું પણ મૂલ્યાંકન કરવામાં આવશે તેવું પણ કહ્યું હતું.
સૌથી પહેલા સીઆર પાટીલ પેજ પ્રમુખ બન્યા હતા. ત્યાર બાદ પ્રદેશ પ્રમુખની આ ટકોરને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તેમના ધર્મપત્ની અંજલીબેન રૂપાણી પેજ પ્રમુખ બન્યા હતા. રૂપાણી દંપતીએ પેજ પ્રમુખ બનીને પોતાનું પેજ મજબૂત કર્યું હોવાનો સંદેશો આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ભાજપના સંગઠનમાં પેજ પ્રમુખ પાયો ગણાય છે.
આ પણ વાંચો : દક્ષિણ ગુજરાતના આદિવાસીઓનો ધબકાર ગણાતી 100 વર્ષ જૂની બિલીમોરા વઘઈ નેરોગેજ ટ્રેન થશે બંધ