• કેન્દ્રની ટીમે એસવીપીમાં 4 કલાક સુધી નિરીક્ષણ કર્યું હતું. તેઓએ અમદાવાદના દર્દીઓને અપાતી સારવારની પદ્ધતિ તથા ડોક્ટરોની કામગીરીનું નિરીક્ષણ કર્યું

  • આ ટીમ ગુજરાતની કોરોનાની સમગ્ર પરિસ્થિતિનો રિપોર્ટ તૈયાર કરશે. જે કેન્દ્રના સ્વાસ્થય મંત્રાલયને સોંપવામાં આવશે


ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં વધી રહેલા કોરોના કેસો (corona case) ની સ્થિતિ અંગે નિરીક્ષણ કરવા અને નવી રણનીતિ ઘડવા માટે કેન્દ્રની ટીમ આજે ગુજરાતમાં છે. તેઓએ આજે અમદાવાદની એસવીપી અને સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. કેન્દ્રની ટીમ બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. ત્યારે 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોવિડ ગાઈડલાઈનને નહિ અનુસરીએ તો સમસ્યા વધશે - ડો.સુજીત કુમાર
દિલ્હીથી આવેલા NCDCના ડિરેકટર ડોકટર સુજીત કુમારે જણાવ્યું કે, અમે આજે સવારે બેઠક કરી હતી. આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ, મ્યુનિસિપલ કમિશનર સાથે અહીંની સ્થિતિ પર ચર્ચા થઈ છે. ક્યાં, કેટલા કેસો આવ્યા, શુ પગલાં ભર્યા તે અંગે માહિતી મેળવી છે. આગામી બે દિવસ અમે અહીં મુલાકાત લઈશું. અમે હજુ વડોદરા જઈશું. આજે ઈ-સંજીવનીની મુલાકાત કરી છે. હાલ સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છીએ, આપણે અવલોકન કરવાની જરૂર છે. કોવિડ અને તેની ગાઈડલાઈન નહિ અનુસરીએ તો સમસ્યા વધશે. 


આ પણ વાંચો : કરફ્યૂમાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે બંધ હોવાની વાત અફવા નીકળી


ગુજરાતની કોરોનાનો રિપોર્ટ દિલ્હીમાં સોંપાશે 
કેન્દ્રની ટીમે એસવીપીમાં 4 કલાક સુધી નિરીક્ષણ કર્યું હતું. તેઓએ અમદાવાદના દર્દીઓને અપાતી સારવારની પદ્ધતિ તથા ડોક્ટરોની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ ટીમ ગુજરાતની કોરોનાની સમગ્ર પરિસ્થિતિનો રિપોર્ટ તૈયાર કરશે. જે કેન્દ્રના સ્વાસ્થય મંત્રાલયને સોંપવામાં આવશે. 


આ પહેલા પણ કેન્દ્રની ટીમ ગુજરાતમાં આવી હતી, જ્યારે ગુજરાતમાં કોરોનાની સ્થિતિ વિસ્ફોટક બની હતી ત્યારે કેન્દ્ર દ્વારા એક્સપર્ટસની ટીમ ગુજરાત મોકલાઈ હતી. ત્યારે હવે ફરીથી કેન્દ્રની ટીમ કોરોનાના કેસ વધતા ગુજરાત આવી છે. 


આ પણ વાંચો : ઘરેથી ભાગીને નીકળેલી અંકલેશ્વરની સગીરા સાથે કંઈક એવું કે એક રાતમાં બદલાઈ ગઈ જિંદગી