અલ્કેશ રાવ/બનાસકાંઠા: એક તરફ મંદીના કારણે મોટા ભાગની દૂધ ડેરીઓમાં ફેટના ભાવમાં ઘટાડો થયો છે. ત્યારે બનાસડેરીના ચેરમેન દ્વારા આજે ગાય અને ભેંસના દૂધના પ્રતિકિલો ફેટમાં 10 રૂપિયાનો વધારો કરતા પશુપાલકોમાં ખુશી જોવા મળી છે. બનાસકાંઠામાં પશુપાલકો માટે સારા સમાચાર છે જેમાં બનાસડેરી દ્વારા દૂધના ફેટના ભાવમાં વધારો કર્યો છે. છેલ્લા ઘણા સમય મંદીના કારણે ગુજરાતની અનેક ડેરીમાં ફેટના ભાવમાં ઘટાડો કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અગાઉ પણ રાધનપુર ખાતે એક બેઠકમાં ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ કોઈપણ સંજોગોમાં બનાસડેરી દૂધના ભાવ નહીં ઘટાડે અને ખેડૂતોને કોઈ જ નુકશાન નથી થવા દે તેવું કહ્યું હતું. ત્યાર બાદ આજે બનાસડેરી સંચાલિત ટેઈક હોમ રાશન પ્લાન્ટનું મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું. તે સમયે યોજાયેલા મહિલા સંમેલનમાં બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરીએ પશુપાલકોને ફાયદો થાય તે માટે જાહેર સભામાં દૂધના ફેટના ભાવમાં પ્રતિકીલોએ 10 રૂપિયાનો વધારો કરવાની જાહેરાત કરી છે.


હાલમાં ભેંસના દૂધના ભાવ 580 રૂપિયા પ્રતિ ફેટ છે. જે વધીને 590 રૂપિયા થશે જ્યારે ગાયના પ્રતિ ફેટે રૂપિયા 254.55 મળતા હતા તેમાં પણ 10 રૂપિયાનો વધારો થતાં હોવી પશુપાલકને 264.55 રૂપિયા મળશે. જો કે આ ભાવ વધારો પહેલી ફેબ્રુઆરીથી અમલમાં આવશે તેમ શંકર ચૌધરીએ જણાવ્યું હતું.


મધ દરિયે લહેરાયો તિરંગો, 22 બાળકોએ સમુદ્રમાં કર્યું ધ્વજવંદન


બનાસડેરીમાં હાલ અંદાજે સાડા ત્રણ લાખ પશુપાલકો રોજ દૂધ ભરાવે છે. ત્યારે હવે ડેરી દ્વારા ભાવ વધતા બનાસકાંઠાના સાડા ત્રણ લાખ પશુપાલકોને સીધો લાભ થશે. જો કે આ જાહેરાત બાદ પશુપાલકો ખુશ જોવા મળ્યા છે. પરંતુ સાથે સાથે તેનો તાત્કાલિક અમલ કરે તેવું પશુપાલકોનું માનવું છે. રાજ્યમાં અન્ય ડેરીઓ જ્યારે દૂધના ભાવમાં ઘટાડો કરી રહી છે તેવા મંદીના સમયમાં બનાસડેરીમાં ફેટના ભાવ વધારતા પશુપાલકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.