નચિકેત મહેતા, ખેડા: નડિયાદ (Nadiad) નગરપાલિકાના સભાખંડમાં પાલિકાની સામાન્ય સભા મળી હતી.  છેલ્લાં પાંચ મહિનાથી ટલ્લે ચડેલી વિવિધ 18 સમિતીઓની રચના કરી ચેરમેન (Chairman) અને સભ્યોના નામની ઘોષણા કરવામાં આવી હતી.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Mobile ચાર્જિંગમાં રાખી વાત કરનારા ચેતી જજો! દેસાઇ પરિવારે વ્હાલસોયી દીકરી ગુમાવી


નડિયાદ નગરપાલિકા (Nadiad Nagarpalika) ની મળેલી સામાન્ય સભામાં પાલિકાના ચીફ ઓફિસર, પ્રમુખ રંજનબેન વાઘેલા તેમજ પાલિકાના ચુંટાયેલાં કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યાં હતાં. સામાન્ય સભાની શરૂઆતમાં બે મિનીટનું મૌન પાડી હરિધામ સોખડા (Sokhada) ના અક્ષરનિવાસી હરીપ્રસાદ સ્વામીને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ નગરપાલિકા (Nagarpalika) ની વિવિધ ૧૮ સમિતીના ચેરમેન (Chairman) અને સભ્યોના નામ જાહેર કરવામાં આવ્યાં હતાં. 

Sabarkantha: ગજબનો ગુસ્સો કહેવું પડે, સમસ્યાનું સમાધન ન થતાં શો રૂમ આગળ જ એક્ટિવાને સળગાવી દીધી


સભાપૂર્ણ થયાં બાદ પાલિકાના ચુંટાયેલાં વિપક્ષના સભ્યોએ નગરમાં ફેલાયેલી ગંદકી, બિસ્માર રોડ-રસ્તા, ઉભરાતી ગટરો તેમજ બંધ પડેલી સ્ટ્રીટલાઈટો સહિતના વિવિધ મુદ્દે પાલિકાના ચીફઓફિસરને રજુઆત કરી વહેલી તકે તેનો ઉકેલ લાવવા માંગ કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube