ઝી બ્યુરો/સોમનાથ: વેરાવળના નામાંકિત તબીબ ની આત્મહત્યા અને પોલીસ ને મળેલ સ્યુસાઈડ નોટમાં જાહેર થયેલા નામોથી સમગ્ર પંથકમાં ખળભળાટ મચ્યો છે. તો સમગ્ર ચકચારી મામલે પોલીસ કાર્યવાહી તેજ બની ગઈ છે. પોલીસે મૃતક તબીબના પુત્ર નું નિવેદન નોંધી એ.ડી દાખલ કરી છે. વર્તમાન એમ. પી નું ભળતું નામ રાજેશભાઈ ચુડાસમા હોવા મામલે પોલીસ તપાસ કરી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચૂંટણી હાર્યા તો મંત્રીપદ ગયું પણ હવે જિલ્લા પ્રમુખ બની ગયા, આ 4 નેતાઓને લોટરી લાગી


બીજી તરફ ન્યાયની માંગ સાથે પરિવાર જનોમાં કરૂણ આક્રંદ જોવા મળી રહ્યો છે. સ્યુસાઇડ નોટને લઈ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. હેન્ડરાઇટિંગ એક્સપર્ટ સહિત FSL ની મદદ લેવાઈ રહી છે. પી.એમ રિપોર્ટમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે.


ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળ ખાતે ગઈકાલે બનેલી ચકચારી ઘટના બની છે. શહેરના જાણીતા ડો. અતુલ ચગની આત્મહત્યાને લઈ વેરાવળ સહિત સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. અને આત્મહત્યા બાદ મળેલી સુસાઈડ નોટને હાલ સમગ્ર જિલ્લામાં બે નામો ચર્ચામાં આવ્યા છે. સ્યુસાઇડ નોટ મુજબ નારણ ભાઈ અને રાજેશ ચુડાસમા નામના ઉલેખખને લઈ વેરાવળ ખાતે પોલીસે પત્રકારોને માહિતી આપી હતી. જેમાં તબીબની આત્મહત્યા પાછળ તેમના આર્થિક વ્યવહારો કારણ ભૂત હોવાનું મૃતકના પુત્ર હિતાર્થે પોલીસને માહિતી હોવાનું dysp દવરા જણાવ્યું હતું.


રાજકારણ! ગુજરાતમાં ભાજપે 2 જિલ્લા પ્રમુખ સહિત આખી સમિતીને કરી દીધી ઘરભેગી, ઘણાના અરમ


ડો.ની સુસાઈડ નોટ સંદર્ભે પોલીસની ઊંડાણ પૂર્વકની તપાસ કરી અને વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાનું ભળતું નામ હોવાથી પોલીસ દ્વારા તે દિશામાં પણ તપાસ હાથ ધરાય છે. તો પોલીસે મૃતકનો મોબાઈલ, મફલર, સુસાઈડ સહિતની વસ્તુઓ કબ્જે મેળવી fsl માં મોકલાવી છે અને ચકચારી ઘટનામાં પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


મહાશિવરાત્રિ પર થશે મહાદેવની કૃપા, ચમકી જશે આ રાશિના જાતકોનું ભાગ્ય


તબીબની આત્મહત્યા મામલે સ્યુસાઇડ નોટના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તો બીજી તરફ આત્મહત્યા પાછળ આર્થીક કારણને તબીબના પરીવારજનોએ નકાર્યું છે. મૃતક તબીબ અતુલ ચગના બહેન રીટાબેન માણેકે આક્રંદ વ્યક્ત કરતાં મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, જે વ્યક્તિએ રાજેશભાઈ ચુડાસમાના પિતાને બચાવ્યા હતા તેને તેમનો જીવ લીધો. તબીબ ડો.અતુલ ચગ આર્થિક કારણથી આવું પગલું ક્યારેય ન ભરે તેવા મજબુત મનોબળના માનવી હતા. તબીબે જીવનમાં અનેકવાર આર્થિક ઉતાર ચડાવ જોયા છે. જેથી આર્થિક કારણોસર આત્મહત્યા જેવું મારો ભાઈ પગલું ન ભરી શકે તેવું પરીવારજનોએ મિડીયાને જણાવ્યું હતું.


કિસ કરતાં પહેલા રાખો આ ખાસ વાતનું ધ્યાન, 70 ટકા યુવતીઓ શરીરનાં આ ભાગની નથી કરતી સફાઈ


તબીબની આત્મહત્યા મામલે તટસ્થ અને ન્યાયિક તપાસની માંગ સહુ કોઈ કરી રહ્યા છે. હાલ તો આ ચકચારી મામલે વિવિધ મુદ્દે પોલીસ તપાસ તેજ બની છે તો સ્યુસાઇડ નોટને લઈ સવાલો સાથે તબીબની આત્મહત્યાનું રહસ્ય હાલ તો અકબંધ છે. પોલીસ તપાસમાં આવનાર સમયમાં કેવા ઘટસ્ફોટ થાય છે તે જોવું રહ્યું.