Mukesh Dalal Elected Unopposed : લોકસભાની ચૂંટણી પહેલા જ સુરતની બેઠક પર કમળ ખીલ્યું છે. હાલ સમગ્ર દેશમાં સુરતની સીટની ચર્ચા થઈ રહી છે. ગુજરાતમાં પહેલીવાર કોઈ સીટ ચૂંટણી પહેલા બિનહરિફ બને છે. આ બાદ તરત જ પાટીલે પોસ્ટ કરી હતી કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને સુરતે પહેલું કમળ અર્પણ કર્યું છે. ત્યારે સુરત બેઠક બનિહરિફ થશે તેવી ભવિષ્યવાણી સૌથી પહેલા ગૃહમંત્રી અમિત શાહે કરી હતી. અમદાવાદની રેલીમાં જ તેમણે સુરત જીતના સંકેત આપ્યા હતા. રાજનીતિના ચાણક્યએ પહેલા જ સુરત સીટનું ભવિષ્ય ભાંખ્યુ હતું. પરંતુ તે સમયે ગુજરાતીઓ રાજનીતિના ચાણક્યના સંકેત સમજી શક્યા ન હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમિત શાહે કહ્યું હતું કે, 25 બેઠક પર જીતીશું
દેશમાં સૌથી વધુ લીડ સાથે આ સીટ ભાજપ જીતશે તે વિશે પૂછતા અમિત શાહે કહ્યુ હતું કે, ગઈ વખત કરતા અમારી લીડમાં વધારો થશે. 25 એ 25 સીટ પર ભાજપ મતદાનના પ્રતિશતની ટીકાવારી વધાશે અને લીડમાં વધારો કરીને પ્રચંડ બહુમતથી જીત મેળવશે. અમે 400 પાર જઈશું. 


જય ભવાની! રૂપાલામાં ડેમેજ કન્ટ્રોલ કરવા મેદાનમાં ઉતર્યા ભાજપના બે મોટા નેતા


 


ભાજપની પ્રચંડ વિજયગાથાનો પ્રારંભ : મુકેશ દલાલ લડ્યા વગર વિજેતા, સુરતમાં કમળ ખીલ્યું