પ્રેમલ ત્રિવેદી/પાટણ : ચાણસ્મા-મહેસાણા રોડ પર મીઠાધરવા નજીક ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. બસ,રીક્ષા,અને બોલેરો ગાડી વચ્ચે અકસ્માત થતા ઘટના સ્થળે 2 લોકોના મોત થયા છે. જ્યારે 1 વ્યક્તિનું સારાવાર દરમિયાન મોત થયું છે. ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં રોડ પર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઇ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એસટી બસ સાથે રીક્ષા અને બોલેરો ગાડીની ટક્કર થતા રીક્ષામાં સવાર 2 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે મહેસાણા ખાતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું હતું. અકસ્માતમાં થયેલા મોતનો આંકડો 3 થયો હતો. આ ઘટના બનતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.


વડોદરા: કલાના માધ્યમથી મતદારોને અનોખી અપીલ, રોડ પર બનાવ્યા 3ડી પેઇન્ટિંગ



મહેસાણા-ચાણસ્મા-પાટણ બસની અકસ્માત નડ્યો હતો. જેથી ઘટના સ્થળે રીક્ષામાં સવાર 2 લોકોના મોત થયા હતા. બસની ટક્કરે રીક્ષાનો કુચ્ચો બોલી ગયો અને તેની સાથે એક બોલેરો ગાડીનો પણ અકસ્મતા થયો હતો. બોલેરોમાં સવાર લોકો પણ આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને મહેસાણા ખાતે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.