રાજ્યમાં ક્યારે આવશે વરસાદ? જાણો અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહી
ગુજરાતના હવામાન વિભાગે જણાવ્યા અનુસાર રાજ્યમાં ફરી ચોમાસુ સક્રિય થશે. 17 ઓગસ્ટથી રાજ્યના કેટલાક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે.
અમદાવાદઃ રાજ્યમાં ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યાં છે. વરસાદ ખેંચાતા ખેડૂતોને પોતાનો પાક સુકાવાનો ભય છે. છેલ્લા ઘણા દિવસથી રાજ્યમાં વરસાદ થયો નથી. પહેલા જ્યારે વરસાદ થયો ત્યારે ખેડૂતોએ વાવણી કરી લીધી હતી પરંતુ ત્યારબાદ વરસાદ ન થતા ખેડૂતોને પાકમાં નુકસાન થવાની ચિંતા છે. જગતનો તાત છેલ્લા ઘણા દિવસથી વરસાદ આવે તેની રાહ જોઈ રહ્યો છે. ત્યારે ખેડૂતોને થોડી રાહત મળી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં ફરી ચોમાસુ સક્રિય થઈ શકે છે. આજથી એટલે કે 17 ઓગસ્ટથી રાજ્યમાં વરસાદ થાય તેવી શક્યતા છે. હવામાન વિભાગ પ્રમાણે 18-20 ઓગસ્ટ વચ્ચે રાજ્યમાં ભારે વરસાદ થઈ શકે છે.
હવામાન વિભાગે આપી માહિતી
ગુજરાતના હવામાન વિભાગે જણાવ્યા અનુસાર રાજ્યમાં ફરી ચોમાસુ સક્રિય થશે. 17 ઓગસ્ટથી રાજ્યના કેટલાક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. તો 18-20 ઓગસ્ટ સુધી રાજ્યના અનેક જિલ્લામાં સારા વરસાદની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગ પ્રમાણે 18-20 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં હજુ વરસાદની શક્યતા નથી.
આ પણ વાંચોઃ Bhavnagar ની શાનમાં થશે વધારો, કંસારા શુદ્ધિકરણ અને રિવરફ્રન્ટ પ્રોજેકટની મળશે ભેટ
ખાનગી હવામાન એજન્સીએ કરેલી આગાહી અનુસાર 17 ઓગષ્ટ સુધીમાં બંગાળની ખાડી પર લો પ્રેશર સર્જાઇ રહ્યું છે. જે પશ્ચિમ તરફ આગળ વધશે. જેના કારણે 17 અને 18 ઓગષ્ટે રાજસ્થાન અને ગુજરાતમાં ખાસ કરીને મધ્ય ગુજરાતમાં વરસાદ લાવી શકે છે. અમદાવાદ, વડોદરા, પંચમહાલ, સુરત, વલસાડ, ભાવનગર તથા અમરેલીમાં છુટોછવાયો વરસાદ થઇ શકે છે. આ સાથે 21 અને 23 ઓગષ્ટ વચ્ચે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદની શક્યતા છે. વરસાદ ખેંચાતા 1 જુનથી 13 ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની 49 ટકા ઘટ છે.
સમગ્ર ગુજરાતમાં 46 ટકા વરસાદની ઘટ હોવાનું સરકારે પણ સ્વિકાર્યું છે. ગુજરાત સાથે ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને રાજસ્થાનમાં પણ ચોમાસુ સક્રિય થવાની શક્યતા છે. અત્રે નોંધનીય છે કે, વરસાદ ખેંચાવાના કારણે ગુજરાતમાં ખેડૂતોની સ્થિતિ કફોડી છે. ઉભો પાક બળી રહ્યો છે. અનેક ડેમ ખાળી ખમ છે. નદી નાળા સુકાઇ રહ્યા છે. તેવામાં ગુજરાત સરકાર પણ ચિંતામાં જોવા મળી રહી છે. તેવામાં મહત્વનું છે કે, હવે વરસાદ નહી આવે તો રાજ્યની સ્થિતિ કફોડી થઇ શકે છે.
આ પણ વાંચોઃ SURAT પોલીસે એવી ચપળતાથી પકડ્યો આરોપી કે તમે પણ પોલીસ પર ગર્વ કરશો
અંબાલાલ પટેલની આગાહી
જયારે બંગાળના ઉપસાગરનું વહન તારીખ 18 ઓગસ્ટથી સક્રિય થતા રાજ્યના અનેક ભાગોમાં તારીખ 19 ઓગસ્ટથી તેની અસર જોવા મળશે. જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં સારો વરસાદ (monsoon) થવાની શક્યતા છે. તો તારીખ 21 થી 23 ઓગસ્ટ દરમિયાન ઉત્તર મધ્ય ગુજરાતના ભાગો અરવલ્લી, સાબરકાંઠા, મેહસાણા, બનાસકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના કેટલાક ભાગોમાં પણ વરસાદ થવાની શકયતા છે. કચ્છના ભાગોમાં પણ વરસાદ પડી શકે છે.
સપ્ટેમ્બરમાં પણ વરસાદ સારો રહેશે
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે, આગામી દિવસોમાં સરેરાશ સારા વરસાદના કારણે વરસાદની ઘટ પુરી થઈ શકે છે. તારીખ 25 થી 28 ઓગસ્ટ દરમિયાન પણ સારા વરસાદની શક્યતા છે. તો આગામી સપ્ટેમ્બર મહિનાના શરૂઆતમાં પણ ગુજરાતમાં વરસાદ રહેશે. કોઈ-કોઈ ભાગોમાં 1 ઇંચ, તો કોઈ કોઈ ભાગોમાં 2 ઇંચથી વધારેનું પ્રમાણ રહી શકે છે. હમણાં બે ત્રણ દિવસ વરસાદી ઝાપટા પવન સાથે રહેશે. આગામી દિવસોમાં ગાજવીજ સાથે વરસાદ આવવાની શક્યતા રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube