તમારા બાળકને સાચવીને રાખજો! કોરોના કરતા જીવલેણ રોગનો ગુજરાતમાં ખતરો! 10 બાળકના મોતથી હાહાકાર
Chandipura Virus: ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં મોત પણ થયા છે. બાળકો પર સીધા પ્રહાર કરતા આ વાયરસથી આરોગ્ય તંત્ર હરકતમાં છે. સરકાર પણ સ્ટેન્ડ બાય થઈ ગઈ છે. ત્યારે કયો છે આ વાયરસ?, કેટલો છે તે ઘાતક? અત્યાર સુધી વાયરસથી શું શું થયું?
Chandipura Virus: રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી એક વાયરસે હાહાકાર મચાવ્યો છે. આ વાયરસથી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં મોત પણ થયા છે. બાળકો પર સીધા પ્રહાર કરતા આ વાયરસથી આરોગ્ય તંત્ર હરકતમાં છે. સરકાર પણ સ્ટેન્ડ બાય થઈ ગઈ છે. ત્યારે કયો છે આ વાયરસ?, કેટલો છે તે ઘાતક? અત્યાર સુધી વાયરસથી શું શું થયું?
- કોરોના પછી આવ્યો ખતરનાક વાયરસ
- આ જીવલેણ વાયરસથી રહેજો સાવધાન
- તમારા બાળકને ખુબ સાચવીને રાખજો
- લક્ષણો છે સામાન્ય પણ છે જીવલેણ!
- ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મચ્યો છે હાહાકાર
કોરોનાનો એ કપરો કાળ કોણ ભૂલી શકે? ભગવાન કોરોના જેવો સમય ક્યારેય પાછો ન લાવે. વ્યક્તિની કેવી સ્થિતિ હતી એ તો જેના પર વિતી એ જ જાણે પરંતુ કોરોના જેવો જ વધુ એક ખતરનાક વાયરસ હાલ ગુજરાતના કેટલાક જિલ્લામાં હાહાકાર મચાવી રહ્યો છે. આ વાયરસ બાળકોને ટાર્ગેટ કરે છે. સમયસર સારવાર ન મળે તો જીવ પણ લે છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લામાં કેટલાક બાળકો આ વાયરસને કારણે મોતને ભેટ્યા છે.
ગુજરાતમાં જીવલેણ બનેલા આ વાયરસનું નામ છે ચાંદીપુરા...હા ચાંદીપુરા નામનો આ વાયરસ બાળકોને પોતાના શિકાર બનાવે છે. ગુજરાતમાં અત્યાર સુધી 10 બાળકના મોત આ વાયરસને કારણે થયા હોવાનું સામે આવ્યું છે. પંચમહાલ, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા અને મહીસાગરમાં આ વાયરસના લક્ષણો જોવા મળી રહ્યા છે. આ જિલ્લામાં અનેક બાળકોની સારવાર હાલ ચાલી રહી છે.
ચાંદીપુરાથી હાહાકાર કેમ?
- ગુજરાતમાં અત્યાર સુધી 10 બાળકના મોત વાયરસથી મોત!
- પંચમહાલ, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, મહીસાગરમાં ફેલાયો
- અનેક બાળકોની સારવાર હાલ ચાલી રહી છે
આ વાયરસ ખાસ મચ્છર અને માખીને કારણે થાય છે. અને ચોમાસાની ઋતુમાં બાળકોમાં વધારે જોવા મળી રહી રહ્યો છે. 9 મહિનાથી 14 વર્ષ સુધીની ઉંમરના બાળકો આ વાયરસનો ભોગ બની રહ્યા છે. આ વાયરસથી મોત કેવી રીતે થાય છે તેનું ચોક્કસ કારણ સામે નથી આવ્યું પરંતુ તપાસ ચાલી રહી છે. પરંતુ સૌથી પહેલા ચાંદીપુરા વાયરસના લક્ષણો તમે જાણી લો તો ઝાડા, ઉલટી, તાવ, બેભાન થવું, ખેંચ આવવી, અશક્તિ આ તમામ તેના લક્ષણો છે.
તો આ વાયરસના નામનો ઈતિહાસ પણ તમે જાણી લો. વાયરસનો સૌથી પહેલો કેસ મહારાષ્ટ્રના ચાંદીપુર ગામમાં નોંધાયો હતો, 1965માં ચાંદીપુર ગામમાં બે બાળકોને મગજનો તાવ આવ્યો, 15 વર્ષ સુધીના બાળકો આ વાયરસની ચપેટમાં આવ્યા, ચાંદીપુરા ગામમાં ઘણા બાળકોના મૃત્યુ થયા હતા, ચોમાસાની ઋતુ દરમિયાન સેન્ડ ફ્લાય માખી કરડવાથી વાયરસ ફેલાયો અને આ વિશેષ પ્રકારના વાયરસને ચાંદીપુરા નામ અપાયું.
ચાંદીપુરા વાયરસના લક્ષણો
- ઝાડા
- ઉલટી
- તાવ
- બેભાન થવું
- ખેંચ આવવી
- અશક્તિ
વાયરસનું નામ ચાંદીપુરા કેમ?
- સૌથી પહેલા મહારાષ્ટ્રના ચાંદીપુર ગામમાં આ વાયરસ ફેલાયો
- 1965માં ચાંદીપુર ગામમાં બે બાળકોને મગજનો તાવ આવ્યો
- 15 વર્ષ સુધીના બાળકો આ વાયરસની ચપેટમાં આવ્યા
- ચાંદીપુરા ગામમાં ઘણા બાળકોના મૃત્યુ થયા હતા
- ચોમાસાની ઋતુ દરમિયાન સેન્ડ ફ્લાય માખી કરડવાથી વાયરસ ફેલાયો
- આ વિશેષ પ્રકારના વાયરસને ચાંદીપુરા નામ અપાયો
ચાંદીપુરા નામના આ વાયરસથી હાહાકાર છે તો ત્યારે આ મામલે સરકાર એક્શન મોડ પર આવી ગઈ છે. રાજ્ય સરકારના પ્રવક્તા અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, ચાંદીપુરા રોગના નમૂના પુનઃ તપાસ માટે મોકલાયા છે. જે બાળકનું મોત થયું તે કારણ જાણવા તપાસ ચાલી રહી છે.
ચાંદીપુરા વાયરસ મચ્છર અને માંખીને કારણે ફેલાય છે. ખાસ જ્યાં મચ્છરોનો ઉપદ્રવ વધુ હોય ત્યાં આ ચેપી રોગ ફેલાવાની શક્યતા રહે છે. સાથે જ ખાસ ગ્રામ્ય વિસ્તારમાં જ્યાં ગંદકીનું સામ્રાજ્ય હોય ત્યાં આ વાયરસની વધારે અસર થાય છે. ત્યારે વાયરસથી બચવા માટે બાળકોને આખું શરીર ઢંકાય તેવા કપડા પહેરાવો, રાત્રે સુતા સમયે મચ્છરજાળીનો ઉપયોગ કરો અને મચ્છરોનો ઉપદ્રવ ન વધે તે માટે દવાનો છંટકાવ કરવો. જો સામાન્ય સાવચેતી રાખીએ તો આ વાયરસથી બચી શકાય છે.