નરેશ ભાલિયા/રાજકોટ: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે રાજકોટમાં ચાંદીપુરા વાયરસના 5 શંકાસ્પદ કેસો સામે આવ્યા છે અને 5 બાળકોના મૃત્યુ થયા છે. સાથે શંકાસ્પદ કેસોના સેમ્પલ લઈને પુણે અર્થ લેબોરેટરીમાં મોકલાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એરલાઈન્સ, બેંક,...અચાનક બધુ ઠપ્પ થઈ ગયું! માઈક્રોસોફ્ટના સર્વરની ગડબડીથી હડકંપ


રાજકોટ જિલ્લાના જેતપુરના તત્કાલ ચોકડી નજીક વાડી વિસ્તારમાં એમપીથી મજૂરી અર્થ આવેલ પરિવારના કાળું ચંપુલાલ નામના 8 વર્ષીય બાળકનું શંકાસ્પદ મોત થતા જેતપુર આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે અને વાડી વિસ્તારમાં જ્યાં એમપિનો પરિવાર વસવાટ કરતો હતો ત્યાં સ્થળ ઉપર દવા નો છંટકાવ અને સર્વની કામગીરી શરૂ કરવામાં આવી હતી. 


શનિની ચાલમાં થયો છે મોટો ફેરફાર, આગામી 118 દિવસ આ રાશિવાળાને થશે અકલ્પનીય ધનલાભ


માખીનો ઉપદ્રવ સાથે લક્ષણો ન ફેલાય તે માટે પણ કામગીરી કરવામાં આવી હતી. સાથે જ આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સ્વચ્છતા, સાથે કાચા પાકા મકાનો હોય તો ત્યાં તિરાડ પણ પુરી દેવી જોઈએ જેથી કરીને માખીઓ ત્યાં ઈંડા ન મૂકે અને અન્ય કોઈને કરડે નહિ તેવી પણ સૂચના આપી હતી. સાથે એમપીના પરિવારના 8 વર્ષીય બાળકના સેમ્પલનો રિપોર્ટ આવ્યા બાદ બાળકના મોતનું સાચું કારણ આવશે. 


જલદી કરજો! સોનાના ભાવ થયા ધડામ, ચાંદી પણ થઈ જોરદાર સસ્તી, ચેક કરો લેટેસ્ટ રેટ