Sabarkantha News શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા : હિંમતનગર સિવિલ હોસ્પીટલમાં શંકાસ્પદ ચાંદીપુરમ વાઈરસથી 8 બાળકો અસરગ્રસ્ત થયા હતા. જેમાંથી 5 બાળકના મોત નીપજ્યા છે. જેમાંથી ત્રણ બાળકો સારવાર હેઠળ તો તેમાંથી એક બાળક ક્રિટીકલ છે, ત્યારે આ વાયરસ કેવી રીતે ફેલાય છે તેના લક્ષણો કેવા હોય છે તે કેવીરીતે ફેલાય છે તે જાણીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હિંમતનગર સિવિલ હોસ્પીટલમાં 27 જુનથી બાળકો તાવ, ઝાડા, ઉલટી, ખેંચ જેવા લક્ષણો સાથે દાખલ થયા બાદ મોત નિપજવાને લઈને સિવિલના તબીબો અને આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું હતું. રાજસ્થાન, અરવલ્લી અને સાબરકાંઠા એમ રાજસ્થાન ઉપરાંત ગુજરાતના બે જિલ્લામાંથી હિંમતનગર સિવિલમાં 8 શંકાસ્પદ ચાંદીપુરમ વાઈરસના લક્ષણોવાળા બાળકો સારવાર માટે આવ્યા હતા. જે અલગ અલગ સ્ટેજ પર હતા. 8 માંથી 5 બાળકોના સારવાર દરમિયાન મોત થયા હતા. જયારે હાલમાં ત્રણ બાળકો સારવાર હેઠળ છે.જેમાંથી એક બાળકની હાલત ક્રીટીકલ છે. તો 8 માંથી 7 બાળકોના સેમ્પલ પુણે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. જેમાંથી એકનો રીપોર્ટ આજે સાંજે કે કાલે આવશે. 



આ રોગ વિશે હિંમતનગર સિવિલ હોસ્પિટલના ઈન્ચાર્જ સુપરિટેન્ડન્ટ પરેશ શીલાદરીયાએ જણાવ્યું કે, શંકાસ્પદ ચાંદીપુરમ વાઈરસ એ રેતી માખીથી ફેલાય છે. આ કોઈ ચેપી રોગ નથી. પરંતુ તે ઉકરડા, લીપણવાળા મકાનો દીવાલમાં તિરાડ હોય ત્યાં રેતી માખી હોય તેનાથી ફેલાય છે. રેતી માખી એક જગ્યા પરથી બીજી જગ્યા પર બેસવાથી વાઈરસ ફેલાય છે. આ બચવા માટે સ્વચ્છતા જરૂરી છે બાળકોમાં અસર વધુ જોવા મળે છે. મચ્છરદાની રાખવી જરૂરી છે. તેના લક્ષણોમાં જોઈએ તો તાવ, ઝાડા, ઉલટી, ખેંચ આવે છે. લક્ષણો જોવા મળતા તાત્કાલિક બાળકોના ડોકટરોને બતાવવું જોઈએ. બીજી તરફ શંકાસ્પદ ચાંદીપુરમની કોઈ રસી કે દવા નથી. પરંત રૂટીન તાવ ઝાડ અને ઉલટીમાં થતી દવાઓ કરવામાં આવે છે. 


શું છે ચાંદીપુરમ વાયરસ? 


  • ભેજયુક્ત વાતાવરણમાં ફેલાય છે વાયરસ

  • ગ્રામ્ય વિસ્તારમાં વધુ ફેલાય છે વાયરસ

  • માખીના કારણે ચાંદીપુરમ વાયરસનો લાગે છે ચેપ

  • સેન્ડ ફ્લાય નામની માખીના કારણે ફેલાય છે વાયરસ

  • 14 વર્ષ સુધીના બાળકોમાં ફેલાઈ શકે છે ચેપ

  •  ભેદી રોગના ઝપેટમાં આવ્યા ગુજરાતના મહામૂલા જાનવરો, પગ કામ કરતા બંધ થઈને સીધું મોત આવે


ચાંદીપુરમ વાયરસના લક્ષણો 
ઝાડા, ઉલટી, તાવ, બેભાન થવું, ખેંચ આવવી


ચાંદીપુરમ વાયરસથી બચવાના ઉપાય 


  • કાચા અને પાકા મકાનની તિરાડો પુરી દેવી જોઈએ

  • માખીનો ઉપદ્રવ ન થાય તેવા પ્રયાસ કરો

  • બાળકોને આખું શરીર ઢંકાય તેવા કપડાં પહેરાવો

  • રાત્રે સુતા સમયે મચ્છરદાનીનો ઉપયોગ કરો

  • મેલેથિન પાવડરનો છંટકાવ કરવામાં આવે


સાબરકાંઠા બાદ ખેડા જીલ્લામા ચાંદીપુરમ વાયરસનો ખતરો
ખેડા જીલ્લા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. કપડવંજના દાસલવાડામા ચાંદીપુરમ વાઇરસનો શંકાસ્પદ કેસ મળી આવ્યો છે. ચાંદીપુરમનો એક કેસ શંકાસ્પદ મળી આવ્યા બાદ હરકતમાં આવેલા આરોગ્ય તંત્રએ સર્વેની કામગીરી હાથ ધરી છે. કપડવંજના દાસલવાડામાં રહેતા 4 વર્ષના બાળકમાં ચાંદીપુરમ વાઇરસના લક્ષણો મળી આવ્યા બાદ તેને સારવાર અર્થે નડિયાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા દાસલવાડા અને આસપાસના 10 કિમીના વિસ્તારમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા 10 વેટરનરી સેમ્પલ લેવાયા છે. આ ઉપરાંત દવા છંટકાવ સહિતના તકેદારીના પગલાં પણ આરોગ્ય વિભાગ દ્વારા લેવાયા છે. સાથે જ જિલ્લાના જે પણ વિસ્તારમા અગાઉ કેસ મળી આવ્યા હતા ત્યા પણ સર્વેની કામગીરી હાથ ધરાઈ છે.