ઉદય રંજન/અમદાવાદ: ચાંદખેડામાં થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો છે. પોલીસે હત્યા કેસમાં રાજસ્થાનના યુવકની ધરપકડ કરી છે. સમલૈંગિક સંબંધને લઈને હત્યા થઈ હોવાનો ખુલાસો થયો છે. એક તરફી સંબંધથી કંટાળી ગયેલા આરોપીએ કરી ઘાતકી હત્યા કરી નાખી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ પૂછપરછ શરૂ કરી છે, ત્યારે કોણ છે આ આરોપી? પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપી કમલેશ રોતની ચાંદખેડા પોલીસે હત્યાના ગુનામાં ધરપકડ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમલૈંગિક સંબંધ બાંધવા માટે મૃતકે બળજબરી કરી
ઘટનાની વાત કરીએ તો 20 ઓક્ટોબરના રોજ 45 વર્ષીય જયેશ પરમાર નામના યુવકની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. પથ્થરથી હુમલો કરીને મોઢામાં પ્લાસ્ટિકની થેલીઓ ઘુસાડીને હત્યા કરી હતી. આ ઘટનાની તપાસ દરમિયાન પોલીસ ને મૃતક જયેશ પરમાર સાથે આરોપી કમલેશ રોતની ના સાથે જતા CCTV મળી આવ્યા હતા. જેથી પોલીસે આરોપી કમલેશ રોતનીની પૂછપરછ કરતા હત્યાનો ભેદ ઉકેલાયો છે. સમલૈંગિક સંબંધ બાંધવા માટે મૃતકે બળજબરી કરી હતી. જેથી આરોપી ને નહિ ગમતા તે ઉશ્કેરાઈ જઈને પથ્થરથી હુમલો કરીને ગળું દબાવીને જયેશ પરમારની હત્યા કરી દીધી હતી.


15 દિવસ પહેલા મૃતક અને આરોપી પરિચયમાં આવ્યા હતા
મૃતક જયેશ પરમાર ક્લોલનો રહેવાસી છે અને ઇક્કો કંપનીમાં નોકરી કરે છે. 7 વર્ષ પહેલા પત્ની સાથે છૂટાછેડા થયા હતા. જ્યારે આરોપી કમલેશ રોત મૂળ રાજેસ્થાનનો રહેવાસી છે. પત્ની પોતાના વતનમાં રહે છે. અને પોતે અમદાવાદમાં ઘરઘાટી તરીકે કામ કરે છે. તપાસમાં સામે આવ્યું કે 15 દિવસ પહેલા મૃતક અને આરોપી એકબીજાના પરિચયમાં આવ્યા હતા. 


ઘટનાની રાત્રે પણ મૃતકે આરોપીને સમલૈંગિક સંબંધની માંગ કરી
મૃતક જયેશ પરમાર સમલૈંગિક સંબંધ રાખતો હોવાથી અનેક યુવકોના સંપર્કમાં હતો. કમલેશને મળીને પણ તેને સમલૈંગિક સંબંધની માંગ કરી હતી. પરંતુ આરોપી સંબંધ રાખવાનો ઇનકાર કરતા હતો. ઘટનાની રાત્રે પણ મૃતકે આરોપીને મળવા બોલાવ્યો હતો અને બળજબરીથી સંબંધ રાખવાનો પ્રયાસ કરતા આરોપીએ હત્યા કરીને રાજસ્થાન ફરાર થઇ ગયો હતો અને અમદાવાદ પરત ફરતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.


15 દિવસની મિત્રતામાં સમલૈંગિક સંબંધના કારણે હત્યા
ચાંદખેડા પોલીસે હત્યાનો ગુનો ઉકેલીને આરોપી અને મૃતકનો મોબાઈલ FSLમાં મોકલવાની તજવીજ શરૂ કરી છે. 15 દિવસની મિત્રતામાં સમલૈંગિક સંબંધના કારણે જ હત્યા થઈ કે અન્ય કોઈ અદાવત છે. તે મુદ્દે પોલીસે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે.a