લવ, સેક્સ ઔર ધોખા: 17 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી, ત્રણ આરોપીઓએ ગુજાર્યું દુષ્કર્મ
ત્રણ મહિના પહેલા પીડિત યુવતી 21 વર્ષીય સોનુના સંપર્કમાં આવી હતી, પણ યુવતીના પિતાને આ વિષયે જાણ થતા યુવતીને ઠપકો આપ્યો હતો.
સપના શર્મા/અમદાવાદ: રાજ્યમાં દુષ્કર્મના કેસ વધી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં 17 વર્ષીય યુવતી સાથે દુષ્કર્મની ફરિયાદ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં દાખલ થઇ છે. પોલીસે હાલ ફરિયાદના આધારે 3 લોકોની અટકાયત કરી છે. પરંતુ આ ઘટનામાં એક ઘટસ્ફોટ થયો છે, જેમાં ખુલાસો થયો છે કે આરોપી ફરિયાદીના રિલેશનમાં હોવાનું સામે આવ્યું છે.
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, ત્રણ મહિના પહેલા પીડિત યુવતી 21 વર્ષીય સોનુના સંપર્કમાં આવી હતી, પણ યુવતીના પિતાને આ વિષયે જાણ થતા યુવતીને ઠપકો આપ્યો હતો. આ વિષયની જાણ થતા ફરિયાદી રામશંકર નાઈએ યુવતીને ફોન આપી સોનું સાથે વાતચીત કરવાની લાલચ આપી હતી.
ઘટનાક્રમ આગળ વધતા આરોપી રામશંકર નાઈ અને નથ્થુસિંહ નાઈએ યુવતીને સોનુ સાથે મેળવવાની લાલચ આપી પીપળજ લઇ જઈ ત્રણેય આરોપીઓએ દુષ્કર્મ આચાર્યો હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે. પોલીસે આ મુદ્દે સઘન તપાસ હાથ ધરી છે.