નવી દિલ્હી : આ સદીનો સૌથી લાંબો બ્લડ મૂન ચંદ્રગ્રહણ ચાલુ થઇ ચુક્યું છે. આ ખગોળીય ઘટના સાથે જ મંગળ ગ્રહ 15 વર્ષમાં ચાંદની સૌથી નજીક હશે. આ નજારો જીવનમાં ક્યારેક ક્યારેક અને કોઇ કોઇ વ્યક્તિને જ જોવા મળી શકે છે. 
ક્યારે થાય છે ચંદ્રગ્રહણ?

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચંદ્રગ્રહણ તે ખગોળીય સ્થિતીને કહે છે જ્યારે ચંદ્રમા પૃથ્વીની બરોબર પાછળ તેના પડછાયામાં આવી જાય છે. એવામાં સુર્ય, પૃત્વી અને ચંદ્ર આ ક્રમમાં લગભગ એક સીધી રેખામાં આવી જાય છે. ચંદ્રગ્રહણ અને સુર્યગ્રહણ હંમેશા સાથે સાથે થાય છે અને સૂર્યગ્રહણના બે અઠવાડીયા પહેલા ચંદ્રગ્રહણ થાય છે. 


પૂર્ણ ચંદ્રગ્રહણને જુઓ વીડિયોમાં



દરેક વ્યક્તિને સૌથી લાંબા ચંદ્રગ્રહણને જોવા માટે ખુબ જ ઉત્સાહિત છે. જો કે ભારતમાં ચોમાસાના કારણે કદાચ ચંદ્રગ્રહણ ન જોવા મળે, એવામાં તમે યુટ્યુબ પર તેને આરામથી જોઇ શકો છો. નીચે આપેલો વીડિયો પર ક્લિક કરીને પણ જોઇ શકો છો ગ્રહણ