ઝી બ્યુરો/અંબાજી: આગામી તહેવારોને અનુલક્ષીને સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મંદિરે બેસતા વર્ષથી લાભપાંચમ સુધી આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જી હા...મુસાફરોની સગવડતાને ધ્યાને રાખીને તારખી 14ના મંગળવારે બેસતા વર્ષના દિવસે સવારે છ વાગ્યે મંગલા આરતી તથા માતાજીને અન્નકૂટ ધરવામાં આવશે. તા. 15 થી 18 (લાભપાંચમ) સુધી માતાજીની આરતી તથા દર્શનનો સમય નીચે જણાવ્યા મુજબ રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આરતી સવારે 6.30 થી 7, દર્શન સવારે 7 થી 11.30, રાજભોગ બપોરે 1ર વાગે, બપોરના 12.30 થી 4.15 સુધી દર્શન, સાંજે 6.30 થી 7 વાગ્યા સુધી આરતી તથા સાંજે 7 થી 9 સુધી દર્શન થઇ શકશે. તા.19થી અંબાજી મંદિરમાં આરતી તથા દર્શનનો સમય રાબેતા મુજબ રહેશે. 


તારીખ 14/11/23 બેસતા વર્ષના દિવસે માતાજીની આરતી અને દર્શનનો સમય નીચે મુજબ રહેશે..


  • આરતી સવારે --- 6:00 થી 6:30 

  • દર્શન સવારે --- 6:30 થી 10:45

  • રાજભોગ બપોરે ---12:00 કલાકે

  • બપોરે દર્શન --- 12:30 થી 4:15 

  • સાંજે આરતી --- 6:30 થી 7:00

  • સાંજે દર્શન --- 7:00 થી 9:00 


14/11/23 બેસતા વર્ષના રોજ માતાજીને અન્નકૂટ ઘરાવામાં આવશે.


15/11/23 કારતક સુદ-2 થી 18/11/23 લાભ પાંચમ સુધી માતાજીની આરતી અને દર્શનનો સમય નીચે મુજબ રહેશે.


  • આરતી સવારે --- 6:30 થી 7:00 

  • દર્શન સવારે --- 7:00 થી 11:30

  • રાજભોગ બપોરે ---12:00 કલાકે

  • બપોરે દર્શન --- 12:30 થી 4:15 

  • સાંજે આરતી --- 6:30 થી 7:00

  • સાંજે દર્શન --- 7:00 થી 9:00 


તારીખ 19/11/23 થી અંબાજી મંદિર મા આરતી અને દર્શન નો સમય નીચે મુજબ યથાવત રહેશે.....


  • આરતી સવારે --- 7:30 થી 8:00 

  • દર્શન સવારે --- 8:00 થી 11:30

  • રાજભોગ બપોરે ---12:00 કલાકે

  • બપોરે દર્શન --- 12:30 થી 4:15 

  • સાંજે આરતી --- 6:30 થી 7:00

  • સાંજે દર્શન --- 7:00 થી 9:00