અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટનાં જજ જે.બી પારડીવાલા અને ઇલેશ વોરાની હાલની બેન્ચમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા કેટલાક ન્યાયમૂર્તિ રજા પર હોવાથી સુઓમોટો અને પબ્લિક ઇન્ટરરેસ્ટ લિટીગેશનનો ચાર્જ જે.બી પારડીવાલા પાસે હતો. જો કે મુખ્ય ન્યાયાધીશ વિક્રમનાથ પરત ફરતા આ ચાર્જ તેમણે સંભાળી લીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જૂનાગઢમાં ઓનર કિલિંગ? પુત્રીએ પ્રેમ લગ્ન કર્યા પિતાની આત્મહત્યા અને ભાઇએ...

જેના પગલે જે.બી પારડીવાલાની બેન્ચ બદલવામાં આવી છે. આ હાઇકોર્ટની નિયમિત થતી પ્રક્રિયા છે. જેના હેઠળ દર ત્રણ મહિને બેન્ચ બદલવામાં આવતી હોય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પારડીવાલા પોતાનાં સ્પષ્ટ મત્ત અને જનતાભિમુખ અભિગમના કારણે સામાન્ય લોકોમાં પણ ચર્ચામાં રહે છે. વખતો વખત તેઓ તંત્રની પણ ઝાટકણી કાઢતા રહેતા હોવાથી તેઓ માધ્યમોમાં ચમક્યાં કરે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube