અતુલ તિવારી/અમદાવાદ: શૈક્ષણિક વર્ષ 2019-20થી ધોરણ 10 અને 12ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ત્યારે સામાન્ય પ્રવાહમાં કોઇ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. ધોરણ 10ની 2020માં લેવાનારી પરીક્ષામાં 20 માર્ક ઓએમઆરના બદલે 20 માર્કની ઓએમઆર પરીક્ષા લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે, કે ધોરણ 10માં બોર્ડની પરિક્ષા 70 ટકા ગુણભારને બદલે 80 ટકા કરી દેવામાં આવ્યો છે. જ્યારે 20 ટકા આંતરિક મૂલ્યાંકન કરનાર રહેશે. જ્યારે બોર્ડના 80 ગુણના પ્રશ્નપત્રમાં 20% હેતુલક્ષી પ્રશ્નો તથા બાકીના 80 ટકા ટૂંકા અને લાંબા અને નિબંધલક્ષી પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે.


વડોદરા: બીચ્છુ ગેંગનો આતંક, જાહેરમાં મહિલા પર તલવારથી હુમલો 


ઘોરણ 10માં પાસ થવા માટે વિદ્યાર્થીએ 80માંથી 26 ગુણ લાવવાના રહેશે. જ્યારે આંતરિક મૂલ્યાંકન કસોટીમાં 20માંથી 7 ગુણ લાવવાના રહેશે. એટલે કે 26+7 ગુણ ટોટલ 33 ગુણ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી પાસ કહેવાશે. તો 2020ની ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં 50 માર્કના OMRના સ્થાને 20 ગુણના હેતુલક્ષી પ્રશ્નો પૂછવામાં આવશે. જ્યારે બાકીના 80 ટકા લાબાં ટૂંકા અને નિબંધ લક્ષી પ્રશ્નો પૂછવામાં આવશે. જ્યારે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજીમાં 50 માર્કની પ્રેક્ટિકલ પરીક્ષા રહેશે.