ઝી બ્યુરો/અમદાવાદ: સામાજિક સંસ્થાઓને દાન આપવાની કરવામાં આવતી જાહેરાત ફરી ચર્ચામાં આવી છે. આ વખતે ઊંઝા ઉમિયા માતાજીના પ્રમુખ બાબુ જમના પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. બાબુ જમના પટેલે કહ્યું કે દાતા હંમેશા દાન દે ત્યારે તેનો હાથ ઉપર હોય છે. પરંતુ એ ખાતરી કરે છે કે, જે હાથ દાન લે છે તે ચોખ્ખો છે કે નહીં, તે પોતે કરેલું દાન યોગ્ય રીતે ઉપયોગમાં લેવાશે કે નહીં તેની ચિંતા કરે છે. મહત્વનું છે કે, આ મુદ્દો પહેલીવાર વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર. પી. પટેલના નિવેદન બાદ ચર્ચામાં આવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


એક કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે, કેટલાક લોકો સામાજિક સંસ્થા માટે રાજકીય હેતુ માટે દાન જાહેર કર્યા બાદ આપતા નથી. રાજકીય મહત્વાકાંક્ષાથી દાન જાહેર કરતા હોય છે. રાજકીય હેતુથી જાહેર કરેલું દાન સમયસર આવતું નથી. રાજકીય હેતુ પૂરો નથી થતો ત્યાં સુધી દાન આપતા નથી. સામાજિક સંસ્થામાં રાજકીય કદ વધારવા દાન જાહેર કાર્ય બાદ આપતા નથી. આ નિવેદનથી ઘણી ચર્ચાઓ જાગી હતી. તમને જણાવી દઈએ કે બાબુભાઈ પટેલ ( BJP ) અમદાવાદ દસકોઈના ધારાસભ્ય પણ છે.  


રાજકીય લાભ ખાટવા દાનની જાહેરાત કરનારાઓ સમયસર દાનની રકમ પણ આપે: આર.પી.પટેલ
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા વિશ્વઉમિયાધામના પ્રણેતા અને પ્રમુખ આર.પી.પટેલે દાતાઓને પણ માર્મિક ટકોર કરી હતી. તેમણે કહ્યું હતું કે રાજકીય લાભ ખાટવા માટે દાનની જાહેરાત કરનારા દાતાઓએ સમાજની કોઈ પણ સંસ્થાઓમાં સમયસર પોતાના દાનની રકમ ચુકવી દેવી જોઈએ. વધુમાં તેઓએ વિશ્વ ઉમિયા સુરક્ષા કવચથી 5000 લોકોને સુરક્ષિત કરવા માટે સંકલ્પ લેવડાવ્યા હતા.