બુરહાન પઠાણ/આણંદ :ગુજરાતમાં આગામી દિવસોમાં હાઇડ્રોજન ગ્રીન ફ્યુલથી ચાલતા વાહનો જોવા મળશે તે દિવસો દૂર નથી. આણંદના વિઠ્ઠલઉદ્યોગ નગરની ચરોતર ગેસ સહકારી મંડળી અને યુકેની હાઈ પાવર સિસ્ટમ વચ્ચે MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. વિઠ્ઠલ ઉદ્યોગ નગરની ચરોતર ગેસ સહકારી મંડળીએ હવે કુદરતી ગેસની સાથે સમગ્ર ગુજરાતમાં હાઇડ્રોજનથી ચાલતા વાહનોને હાઇડ્રોજન ફીલિંગ કરવા માટે ફીલિંગ સ્ટેશનો અને હાઇડ્રોજન ઉત્પાદન માટેની દિશામાં પહેલ કરી છે. સમગ્ર દેશમાં હાઇડ્રોજન ઉત્પાદન માટેનો આ પહેલો પ્લાન્ટ હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટાઇટ્રોન ઇલેક્ટ્રિક વ્હીકલ અમેરિકા દ્વારા પણ ખેડા બાદ હવે ચરોતર ગેસ સહકારી મંડળીનાં સહયોગથી ભૂજમાં માસિક 1000 ટુવ્હીલર ઉત્પાદન કરતો પ્લાન્ટ શરૂ કરવામાં આવશે. જ્યારે હાઈપાવર સિસ્ટમ યુકેનાં સીઈઓ જય પટેલે કહ્યું કે, હાઇડ્રોજન ગ્રીન ફ્યુઅલથી પોલ્યુશન નહિવત થઈ જશે અને તેનો સીધો ફાયદો પર્યાવરણને થશે.


આ પણ વાંચો : આજે ભાજપના ચાણક્યનો જન્મદિવસ, ચૂંટણીમાં બહુમતના આંકડા સુધી પહોંચાડવામાં છે માહેર


હાઇડ્રોજન ગ્રીન ફ્યુઅલ સંચાલિત વાહન માત્ર ચાર મિનિટમાં ચાર્જ થઈ જશે અને 190 કિલોમીટરની એવરેજ આપશે. કંપની દ્વારા હાલમાં અખાતી દેશો સાઉદી અરેબિયા, કતાર, ઓમાન બહેરીન દુબઇ, આફ્રિકાનાં દેશો મોરક્કો તેમજ અન્ય 15 દેશોમાં પ્લાન્ટ કરી ઉત્પાદન કરશે. તેમજ ભવિષ્યમાં ફોર વ્હીલર અને માલ વાહક વાહનોનું પણ ઉત્પાદન કરશે.



હાઈ પાવર સિસ્ટમના જય પટેલ અને ચરોતર ગેસ સહકારી મંડળીના ચેરમેન ધર્મેન્દ્ર પટેલએ MOU પર હસ્તાક્ષર કર્યા હતા. જેમાં ટ્રાયટોન ઇલેક્ટ્રિક કંપની અમેરિકાના CEO હિમાંશુ પટેલ, હાઈ પાવર સિસ્ટમ યુકેના પીટર બાસ ઉપસ્થિત રહ્યા હતા.