પ્રશાંત ઢીવરે/સુરત: ક્રાઈમ બ્રાન્ચ પોલીસે કાપડ વેપારીઓ સાથે 4 કરોડની ચીટિંગ કરનાર આરોપીને અમદાવાદ ખાતેથી ઝડપી પાડ્યો છે. આરોપી વિરુદ્ધ સુરતના ખટોદરા પોલીસ મથક અને અમદાવાદના ક્રાઈમ બ્રાન્ચમાં રૂપિયા 4 કરોડની ચીંટિંગની ફરિયાદ નોંધાઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું બાગેશ્વર ધામ સરકારને ખબર હતી કે ટ્રેન દુર્ઘટના થશે? જાણો શું આપ્યો જવાબ


સુરતના ખટોદરા પોલીસ મથકમક તારીખ 13-03-2023ના રોજ આરોપીના નાના ભાઈ દિનેશ પટેલ,ભરત પટેલ સહિત અન્ય ઈસમો વિરુદ્ધ પિયુષભાઈ બારડોલીવાલા એ 2 કરોડની ચીટિંગની ફરિયાદ નોંધાવી હતી.દિનેશ પટેલ આરતી સિલ્ક મિલન કર્તાહર્તા હતા અને અમદાવાદમાં ચાણક્ય ઇન્ટરનેશનલમાં પણ કર્તાહર્તા હતો. અમદાવાદના જીતેન્દ્ર રસિકલાલ શાહ પાસેથી આરોપી દિનેશ પટેલે માલ મંગાવી પૈસા નહીં નહીં ચૂકવ્યા હતા. આ મામલે જીતેન્દ્ર સાહેબ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. 


Monsoon 2023: ચોમાસું આવી ગયું છે કે હવે રાહ જોવી પડશે? હવામાન વિભાગે કરી ભવિષ્યવાણી


ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ચેટિંગની ઘટનાને અંજામ આપનાર મુખ્ય આરોપી પ્રવિણભાઈ જેઠાલાલ પટેલની ધરપકડ કરી છે. આરોપી મૂળ પાટણ સિધ્ધપુરનો વતની છે. સુરત શહેરના અલ્થાન સોમેશ્વર કેનાલ રોડ ખાતે રહેતો હતો. આરોપી વિરુદ્ધ સુરત ખટોદરા પોલીસ અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં રૂપિયા 4 કરોડના ગ્રે કાપડની ચીંટિંગ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે બાતમીના આધારે આરોપીને અમદાવાદના ઇસનપુર ખાતેથી પકડી પડ્યો છે.


ઓડિશામાં ટ્રેન દુર્ઘટનામાં 288 નહીં, 275 લોકોએ ગુમાવ્યા જીવ, જાણો કેવી રીતે થઈ આ ભૂલ


સુરત ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ લલિત વાઘડિયાએ જણાવ્યું હતું કે, સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસને બાતમી મળી હતી કે, ખટોદરા પોલીસ મથકમાં નોંધાયેલ ચીટિંગના ગુનાનો આરોપી પ્રવીણ જેઠાભાઈ પટેલ હાલ અમદાવાદ છે. પોલીસે તાત્કાલિક અમદાવાદ રવાના કરી હતી. પોલીસે વોચ ગોઠવી અમદાવાદના ખાતેથી આરોપીને પકડી પાડ્યો હતો.


સુરતના પાંડેસરા વિસ્તારમાં તીક્ષ્ણ હથિયારથી ઘા ઝીકીને યુવકની હત્યા, ઘટના CCTVમાં કેદ


13/04/2023ના રોજ ફરિયાદી પિયુષભાઈ બારડોલીવાલાએ આરોપી પ્રવીણ પટેલ એમના નાના ભાઈદિનેશ પટેલ, ભરત પટેલ અન્યના વિરુદ્ધમાં ખટોદરા પોલીસ મથકે રૂપિયા 2 કરોડની ચીટિંગની ફરિયાદ નોંધાવી હતી. આજ રીતે ક્રાઈમ બ્રાન્ચ પોલીસમાં રૂપિયા સવા દોઢ  કરોડની આરોપી પ્રવીણ પટેલ અને અન્ય વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે આ ગુણમાં મુખ્ય આરોપી પ્રવીણ પટેલની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.


3 દિવસમાં પલટી મારશે આ રાશિના લોકોનું ભાગ્ય, સૂર્ય અને બુધ કરશે માલામાલ