Tribute To Hiraba ગૌરવ દવે/રાજકોટ : તાજેતરમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું નિધન થયું છે. ત્યારે રાજકોટના ન્યારી ડેમ પર બની રહેલા નવા ચેકડેમને હીરાબાનું નામ આપવામાં આવશે. PM મોદીના માતા હીરાબાના નામે બનનારા ચેકડેમનું આવતીકાલે  ખાતમુહૂર્ત થશે. ગીર ગંગા ટ્રસ્ટ દ્વારા 15 લાખના ખર્ચે આ ચેકડેમનું નિર્માણ કરાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટના ન્યારી ડેમ પર ₹15 લાખના ખર્ચે હીરાબા ચેકડેમ બનાવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. પ્રધાનમંત્રી મોદીના માતાની યાદીરૂપે ન્યારી ડેમ પાસે ચેક ડેમ બનાવવામાં આવનાર છે. ગીર ગંગા ટ્રસ્ટ દ્વારા ચેકડેમનું આવતીકાલે ખાતમુહૂર્ત કરવામાં આવશે. ગીર ગંગા ટ્રસ્ટના દિલીપ સખીયા દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. આવતીકાલે ચેકડેમનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. ખાતમુહૂર્ત કર્યાના માત્ર 8 દિવસમાં ચેકડેમ જેવું સરોવર બનાવવામાં આવશે. આ તળાવથી આસપાસની ખેતીની જમીન વધુ ફળદ્રુપ બનશે. જેથી ખેડૂતોની પાણીની સમસ્યા પણ હલ થશે. 


આ પણ વાંચો  


ગુજરાત હાઈકોર્ટનું ચાઈનીઝ દોરીથી થતા મોત પર કડક વલણ, સરકારની ઝાટકણી કાઢી


સરકારમાં તો ફટકાબાજી કરવા ન મળી તો ક્રિકેટના મેદાનમાં ફટકાબાજી કરવા પહોંચ્યા


પોતાના તીર્થસ્થાનોને બચાવવા જૈનો રસ્તા પર ઉતર્યા, સુરતમાં 3 કિમી લાંબી મહારેલી કાઢી


ગીર ગંગા ટ્રસ્ટના ટ્રસ્ટી દિલીપ સખીયાએ જણાવ્યું કે, ગીર ગંગા ટ્રસ્ટ દ્વારા પાણી બચાવો અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત વીજડી પાસે આવેલી વાગોદર નદીની ઉપર પુલ આવેલો છે, તેના પર ન્યારી ડેમ આવેલો છે. તેના પર 400 ફૂટ લાંબો ચેકડેમ બનાવવાનો છે. આ ડેમનું નામ માનનીય પ્રધાનમંત્રીના માતા હીરાબાના પરથી નામ રાખવાનુ છે. નાના એવા તળાવથી કરોડો લીટર પાણી બચી શકે છે. આ પાણીથી અનેક જીવસૃષ્ટિને ફાયદો થઈ શકે છે. તેથી મારી એવી અપીલ છે કે, વરસાદનું પાણી બચાવવું એ આપણી નૈતિક જરૂરિયાત છે. આ અભિયાનમાં સહકારરરૂપ થાય તેવી અમારી વિનંતી છે. 


આ પણ વાંચો   ટ્રસ્ટી દિલીપ સખીયાએ જણાવ્યું કે, ગીર ગંગા ટ્રસ્ટ દ્વારા પાણી


નીતિન પટેલ બાદ આરોગ્ય મંત્રી ખાનગી હોસ્પિટલ પહોચ્યા, ઋષિકેશ પટેલે અહીં કરાવી સર્જરી