રાજકોટની દુકાને દુકાને આરોગ્ય વિભાગનું ચેકિંગ, વપરાયેલુ તેલ અને પસ્તીના ઉપયોગ કરનારાઓ પર તવાઈ
- છેલ્લા ત્રણ દિવસથી આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ કરાઈ રહ્યુ છે. દુકાનદારો કેવો માલ વેચે છે તેના પર આરોગ્ય વિભાગની ચાંપતી નજર છે.
- ખાદ્યતેલના બોર્ડ ન દર્શાવનાર અને વાસી ખોરાક વેચનાર 20 વેપારીઓને નોટિસ પાઠવવામાં આવી હતી
રક્ષિત પંડ્યા/રાજકોટ :દિવાળી આવતા જ મીઠાઈ બજારમાં તેજી આવે છે. મીઠાઈ બજારમાં લોકો ખરીદી કરવા નીકળી પડે છે. આજકાલ લોકો ઘેર મિષ્ઠાન્ન બનાવવાને બદલે માર્કેટમાંથી લાવવાનુ વિચાર કરે છે. પરંતુ દુકાનદારો રૂપિયા લઈને પણ લોકોના આરોગ્ય સાથે ચેડા કરે છે. તેથી દિવાળી (diwali) નો તહેવાર નજીક આવતા જ આરોગ્ય વિભાગ સતર્ક થઈ જાય છે. રાજકોટની બજારોમાં સતત ત્રીજા દિવસે આરોગ્ય વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે. દિવાળીના તહેવારને લઇ આરોગ્ય વિભાગના દરોડા ઠેકઠેકાણે પાડવામાં આવ્યા છે. ડ્રાયફ્રૂટ, મીઠાઈ અને ફરસાણની દુકાનો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે આજે રામપીર ચોક નજીક રૈયા રોડ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ફરસાણમાં વપરાતા તેલ અને પસ્તીનો ઉપયોગ થાય છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરવામાં આવી.
આ પણ વાંચો : શરીરના અંગો પર 20-30 દારૂની બોટલ બાંધી વેચવા નીકળી મહિલા, જબ્બર વાયરલ થયો સુરતનો video
મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં ચેકિંગ
રાજકોટમા દિવાળી તહેવારને લઇ આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરાયુ છે. અલગ અલગ વિસ્તારમાં ફરસાણ તેમજ મીઠાઇની દુકાનોમાં અધિકારીઓ દ્વારા ચેકિંગ કરાયું. જેમાં બદામ, બરફી, ચેવડા અને ફરસાણના સેમ્પલ લેવામાં આવ્યા છે.
ગઈકાલે 20 વેપારીઓને નોટિસ
છેલ્લા ત્રણ દિવસથી આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ કરાઈ રહ્યુ છે. દુકાનદારો કેવો માલ વેચે છે તેના પર આરોગ્ય વિભાગની ચાંપતી નજર છે. ત્યારે ગઇકાલે 64 કિલો પસ્તી, 3 કિલો દાઝીયું તેલ અને 23 કિલો વાસી ખોરાકનો નાસ કર્યો હતો. ગઈકાલે નાનામવા રોડ, મવડી રોડ, નવલનગર, ગુરુપ્રસાદ ચોક સહિત વિસ્તારમાં ચેકિંગ હાથ ધરાયું હતું. તો ખાદ્યતેલના બોર્ડ ન દર્શાવનાર અને વાસી ખોરાક વેચનાર 20 વેપારીઓને નોટિસ પાઠવવામાં આવી હતી.