ગુજરાતમાં સરકારી હોસ્પિટલોમાં સુવિધાઓ ખાડે ગઈ, ઈન્જેક્શન આપતા મહિલાના હાથ પર પડ્યું પ્રવાહી
અમદાવાદ વી.એસ હોસ્પિટલમાં બેદરકારી બાદ હવે સુરતની સિવિલ હોસ્પિટલમાં દર્દી સાથે બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. સુરતની સિવિલ હોસ્પિટલમાં ઈન્જેક્શન આપતા સમયે એક વૃદ્ધ દર્દીના હાથમાં પ્રવાહી પડ્યુ હતું. એટલું જ નહિ, રાતોરાત દર્દીના હાથનું ઓપરેશન પણ કરી દીધું.
ચેતન પટેલ/સુરત :અમદાવાદ વી.એસ હોસ્પિટલમાં બેદરકારી બાદ હવે સુરતની સિવિલ હોસ્પિટલમાં દર્દી સાથે બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. સુરતની સિવિલ હોસ્પિટલમાં ઈન્જેક્શન આપતા સમયે એક મહિલા દર્દીના હાથમાં પ્રવાહી પડ્યુ હતું. એટલું જ નહિ, રાતોરાત દર્દીના હાથનું ઓપરેશન પણ કરી દીધું.
ચાર્જિંગ સમયે મોબાઈલ વાપરતા હોય તો ચેતી જજો, વડોદરાના યુવક સાથે બન્યો લાલબત્તી સમાન કિસ્સો
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતની નવી સિવિલ હોસ્પિટલની બેદરકારી સામે આવી છે. એક મહિલા લીવરની બીમારીની સારવાર કરાવવા માટે નવી સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા. ત્યારે ઈન્જેક્શન આપતી વેળાએ મહિલા દર્દીના એક પ્રવાહી પડ્યું હતું. જેને કારણે દર્દીના હાથમાં ગણતરીના કલાકમાં જ ફોલ્લાં નીકળી આવ્યા હતા. ત્યારે તબીબે પોતાની ભૂલ છુપાવવા દર્દીને ટ્રોમાં વિભાગમાં દાખલ કરી હતી. એટલું જ નહિ, રાતોરાત રાત્રિ દરમિયાન દર્દીના હાથનું ઓપરેશન પણ કરી દીધું હતું. જોકે, તંત્ર દ્વારા બેદરકારી દાખવનાર તબીબ વિરુદ્ધ કોઈ પગલાં લેવાયા નથી.
ગુજરાતના દરિયામાં અકસ્માત, શિપ સાથે હોડી ટકરાઈ, એક માછીમાર મિસિંગ
મહિલાએ કહ્યું કે, હું સિટી સ્કેન કરવા આવી હતી. સિટી સ્કેનમા સોઈ દબાઈ ગઈ હતી, અને ઈન્જેક્શનની બધી દવા હાથ પર આવી ગઈ હતી. ત્યાર બાદ ડોક્ટરે ચીરા મારીને દવા કાઢી. હવે મને એક અઠવાડિયા સુધી સારવાર કરવી પડશે. મહિલાના પુત્રએ કહ્યું કે, ઈન્જેક્શન બાદ આખો હાથ સોજી ગયો. પ્રવાહી પડ્યા બાદ પણ બે-ત્રણ કલાક બાદ મારી માતાની કોઈ સારવાર કરવામાં ન આવી. કોઈ શીખાઉ સિસ્ટરે મારી માતાના હાથમાં સોઈ નાંખી હતી. ત્યાર બાદ મોડી સાંજે મમ્મીના હાથનું ઓપરેશન કર્યું હતું.
ગુજરાત સરકારની મોટી-મોટી વાતો પણ, આ ગામને 10-15 દિવસે મળે છે પીવાનું પાણી
ઉલ્લેખનીય છે કે, અમદાવાદની વી.એસ હોસ્પિટલ દ્વારા નર્સથી પાટો કાપતી વખતે બાળકીની અંગૂઠો કપાયાના બનાવ હજી તાજો જ છે, ત્યારે સુરતની સિવિલ હોસ્પિટલનો બનાવ સામે આવ્યો છે. આ બનાવોથી સ્પષ્ટ થાય છે કે, ગુજરાતમાં સરકારી હોસ્પિટલોમાં તબીબી સુવિધાઓ ખાડે ગઈ છે. વારંવાર બનાવો બન્યા છતાં તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં આવતા નથી. આવા બનાવો બહાર આવ્યા બાદ પગલા લેવાની અને તપાસ કરવાના ઠાલા વચનો આપવામાં આવે છે, પણ કોઈ પગલા લેવાતા નથી. સરકારી હોસ્પિટલના સત્તાધીશોના પેટનું પાણી પણ હલતુ નથી.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV