ઉદય રંજન/ અમદાવાદ : અમદાવાદના છારાનગરમાં પોલીસ પર થયેલા હુમલા બાદ પોલીસ દમનનો મામલો આખા રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે. પોલીસ પર થયેલા હુમલાની તપાસ એસઓજીના એસીપી બીસી સોલંકી અને પોલીસ દ્રારા કરવામાં આવેલ દમનની તપાસ ડીસીપી ક્રાઈમ બ્રાંચને સોંપી દેવામાં આવી છે. ઈન્ચાર્જ પોલીસ કમિશનર અમિત વિશ્વકર્મા દ્રારા બન્ને કેસની તપાસ અલગ-અલગ એજન્સીઓને સોંપીને તટસ્થ તપાસ કરવા આદેશ કર્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદના છારાનગરમાં ગત 26 જુલાઈની મોડી રાતે પોલીસ અને સ્થાનિકો સામ-સામે આવી ગયા હતા. પોલીસનુ કહેવું છે કે સ્થાનિક પોલીસ દ્રારા વાહન ચેંકિગ કરવામાં આવી રહ્યું હતું ત્યારે કેટલાક લોકોએ પોલીસ પર હુમલો કર્યો હતો અને જેને લઈ પોલીસ દ્રારા સમગ્ર છારા નગરમાં કાર્યવાહી હાથ ધરાઈ હતી. ત્યારે બીજી બાજુ સ્થાનિકોનું કહેવું છે કે પોલીસે કાયદો ભુલી છારાનગરમાં બેફામ રીતે લોકો પર લાઠી ચાર્જ કર્યો હતો અને તેમના ઘરના સમાન અને વાહનોની તોડફોડ કરી હતી. આ મામલો વધુ બિચકતા પોલીસ પણ થયેલ હુમલાની તપાસ એસઓજીના એસીપી બી.સી.સોલંકીને અને પોલીસ દ્રારા કરવામાં આવેલ દમનની તપાસ ડીસીપી ક્રાઈમ બ્રાંચને સોંપી દેવામાં આવી છે.

હાઇકોર્ટની ઝાટકણી બાદ તંત્ર હરકતમાં, 700થી વધુ નોટીસો પાઠવી


બી.સી સોલંકી,એસીપી,એસઓજીએ કહ્યું હતું કે આ મામલે પીએસઆઈને ઈજાઓ પહોંચી હતી અને પોલીસ કમિશનરે તપાસ અમને સોંપી છે અને કોઈ પણ નિર્દોષ વ્યકિતને સજાના થાય તેનુ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યુ છે.


મહત્વની વાત એ છે કે પોલીસ દ્રારા કરવામાં આવેલ દમનને લઈ સ્થાનિકો પણ મેદાને આવી ગયા છે અને ન્યાય માટે રજુઆત કરી રહ્યા છે. મોટી સંખ્યાના વકીલો દ્રારા પણ કોર્ટ પરિસરમાં વિરોધ કરવામાં આવ્યો હતો અને તેમના સમાજ સાથે જે અન્યાય થયો છે. તે માટે દોષિત પોલીસ કર્મચારી સામે કાર્યવાહીની માંગણી કરી રહ્યા છે. હાલ તો અલગ-અલગ એજન્સીઓને તપાસ સોંપાતા બન્ને એજન્સીઓ દ્રારા કાર્યવાહી શરુ કરવામાં આવી છે.