Chhota Udaipur Lok Sabha Result Election 2024: લોકસભા ચૂંટણી 2024નો આજે પરિણામનો દિવસ છે. ગુજરાતની સુરત બેઠક મતદાન પહેલા જ બિનહરિફ જાહેર થઈ ગઈ હતી અને આજે 25 બેઠકોના પરિણામ આવી રહ્યા છે. જેમાં છોટાઉદેપુર લોકસભા બેઠકનો પણ સમાવેશ થાય છે. છોટા ઉદેપુર બેઠક પર મતગણતરી શરુ થઈ ચુકી છે. જેમાં ભાજપના ઉમેદવાર શરુઆતી મતગણનામાં સુખરામ રાઠવાથી આગળ ચાલી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જસુભાઈ રાઠવા અને સુખરામ રાઠવા વચ્ચે સીધી જંગ


ગુજરાતની છોટાઉદેપુરની લોકસભા બેઠક પર 68.78 ટકા વોટ પડ્યા છે. ગુજરાતમાં એક જ ચરણમાં બધી જ બેઠકો પર મતદાન થયું હતું. છોટાઉદેપુર બેઠક આદિવાસી બહુમતી ધરાવતી બેઠક છે. અહીં આદિવાસી રાઠવા મતદાઓની સંખ્યા 4 લાખથી વધુ છે. આદિવાસી ઉપરાંત અહીં મુસ્લિમ, રાજપૂત અને દલિત સમાજની આબાદી વધારે છે. આ કારણ છે કે અહીં ભાજપ અને કોંગ્રેસે રાઠવા ઉમેદવારોને મેદાને ઉતાર્યા હતા. ભાજપમાંથી જસુભાઈ રાઠવા અને કોંગ્રેસના સુખરામ રાઠવા વચ્ચે સીધી જંગ હતી.  


છોટાઉદેપુર બેઠક પર ભાજપનો દબદબો માનવામાં આવે છે. પહેલા આ સીટ કોંગ્રેસનો ગઢ ગણાતી હતી. પરંતુ 1999 પહેલા ભાજપ આ બેઠક પર એકપણ વાર જીત્યું નથી. 1999 માં ભાજપે આ બેઠક પર જીત મળવી અને પછી એકવાર 2003 માં કોંગ્રેસ આ બેઠક પર કબ્જો કરી શકી હતી. ત્યારબાદ 2019 સુધી આ બેઠક પર કોંગ્રેસ જીતી નથી. 2019 ની ચુંટણીમાં પણ આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર ગીતાબેન રાઠવા 3 લાખ મતોની લીડથી ચુંટણી જીત્યા હતા.  ભાજપના ઉમેદવાર ગીતાબેન રાઠવાને 2019ની લોકસભાની ચુંટણીમાં કુલ 7,64,445 મત મળ્યા હતા.


જાતિગત સમીકરણ


જાતિગત સમીકરણની વાત કરીએ તો અહીં 56 ટકા આદિવાસી વોટ છે. એસસી મત 3 ટકા છે. આદિવાસીમાં પણ સૌથી વધુ રાઠવા મતદારો છે જેની સંખ્યા અંદાજે 4 લાખ જેટલી છે. અહીં કુલ મતદાતા 22,90,199 છે જેમાંથી 86 ટકા લોકો ગામોમાં અને 13 લોટો શહેરોમાં રહે છે. છોટાઉદેપુર લોકસભા બેઠકમાં હલોલ, છોટાઉદેપુર, જેતપુર, સંખેડા, ડભોઈ, પડરા, નાદોસ વિધાનસભા આવે છે. ગત વિધાનસભાની ચુંટણીમાં પણ અહીં ભાજપની જીત થઈ હતી.