છોટાઉદેપુર :છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં આવેલ રામી ડેમ સંપૂર્ણ ભરાયો ડેમનું લેવલ હાઇ એલર્ટ પર છે. રામી ડેમની સપાટી વધીને 196.40 મીટરે પહોંચી ગઈ છે. રામી ડેમનું ફૂલ લેવલ 196.35 મીટર છે અને ભયજનક સપાટી 197.87 મીટર છે. વહીવટી તંત્રે વ્હાઈટ સિગ્નલ જાહેર કર્યું છે. ત્યારે બોડેલીમાં રેસ્ક્યૂના દ્રશ્યો સામે આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બોડેલીના નાની બુમડી ખાતે રાતના સમયે કોઝ વે પરથી ઇકો કાર કોતરમાં ખાબકી હતી, જેથી તેમાં સવાર પાંચ પેસેન્જર્સને સ્થાનિક લોકોએ બચાવી લીધા હતા. ડૂબી રહેલા પેસેન્જરનું ધસમસતા પ્રવાહમાંથી રેસ્ક્યૂ કરાયુ હતું. 



ગઈકાલે બોડેલીના નાની બુમડીના કોઝવે પરથી ઇકો કાર કોતરના ધસમસતા પાણીમાં તણાઈ ગઈ હતી. આ ઈકો કારમાં પાંચ પેસેન્જર સવાર હતા, જે પણ તણાઈ ગયા હતા. તમામ મુસાફરો મધ્ય પ્રદેશના મનાવરથી અમદાવાદ તરફ જતા હતા. પરંતુ ડૂબી રહેલા મુસાફરોની મદદે સ્થાનિકો આવ્યા હતા. સ્થાનિકોએ દોરડુ નાંખીને લોકોને બચાવી લીધા હતા. સ્થાનિક લોકો દ્વારા રાત્રિના સમયે કારમાં બેસેલા પેસેન્જરનું દોરડા વડે
લાઈવ રેસ્કયૂનો વીડિયો વાયરલ થયો છે.