Chhota Udepur Gujarat Chutani Result 2022 : છોટાઉદેપુર બેઠક આમ તો કોંગ્રેસનો ગઢ સમાન છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને 11 વખતના ધારાસભ્ય બની ચુકેલા મોહનસિંહ રાઠવા આ બેઠક પર 2012થી જીત નોંધાવી રહ્યા હતા જો કે તેમણે નિવૃત્તી જાહેર કરતા તેમના પુત્ર માટે ટિકિટ માંગી હતી. પણ કોંગ્રેસે રાજ્યસભાના સાંસદ નારણ રાઠવાના પુત્રને ટિકિટ આપતા મોહનસિંહ રાઠવાએ પક્ષપલટો કરી ભાજપનો ખેસ ધારણ કર્યો.. હવે આ પક્ષપલટો કોને ભારે પડે છે તે રસપ્રદ રહેશે. આ બેઠક એસટી વર્ગ માટે અનામત રાખવામાં આવી છે. આ મતક્ષેત્રમાં કુલ 241232 મતદારો છે જેમાંથી 124316 પુરૂષ, 116914 મહિલા અને 2 અન્ય મતદારોનો સમાવેશ થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરિણામઃ


છોટાઉદેપુર બેઠક પર ભાજપના ઉમેદવાર રાજેન્દ્રસિંહ રાઠવાની જીત થઈ છે. તેમણે 29450ની લીડથી આ બેઠક જીતી લીધી છે. ઉલ્લેખનીય છેકે, કોંગ્રેસના દિગ્ગજ નેતા મોહનરાઠવાએ પક્ષ પલટો કરીને પોતાના પુત્ર માટે ભાજપ પાસેથી આ ટિકિટ માંગી હતી. જેને કારણે કોંગ્રેસનો ગઢ ગણાતી આ બેઠક ભાજપના હાથમાં આવી ગઈ છે.


2022ની ચૂંટણી
2022ની ચુંટણી માટે ભાજપે હાલમાં પક્ષપલટો કરીને આવેલ મોહનસિંહ રાઠવાના પુત્ર રાજેન્દ્રસિંહ રાઠવાને ટિકિટ આપી છે. કોંગ્રેસે રાજ્યસભાના સાંસદ નારણ રાઠવાના પુત્ર સંગ્રામસિંહ રાઠવાના પુત્રને ટિકિટ આપી છે. જ્યારે આમ આદમી પાર્ટીએ અર્જુન રાઠવાને ઉમેદવાર બનાવ્યા છે. 


2017ની ચૂંટણી
ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસમાથી મોહનસિંહ રાઠવાએ ભાજપના જશુભાઇ રાઠવા સામે 1093 જેટલા જૂજ મતોના માર્જીનથી જીત મેળવી હતી. 2017માં આપ પણ આ બેઠક પરથી લડી હતી. આપમાથી અર્જુન રાઠવા ચૂંટણી મેદાને હતા. 


2012ની ચૂંટણી
2012ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ પાસેથી કોંગ્રેસે આ બેઠક આંચકી હતી. કોંગ્રેસના મોહનસિંહ રાઠવાએ ભાજપના ગુલાબસિંહ રાઠવા સામે 2305 મતોની સરસાઇથી જીત મેળવી હતી.