મળો ગુજરાતના નીરજ ચોપરાને, જેણે આદિવાસી સમાજનુ ગૌરવ વધાર્યું
ઓલિમ્પિક રમતમાં દેશનું ગૌરવ વધારનાર નીરજ ચોપરાની દુનિયાભરમાં વાહવાહી થઈ. જેને પગલે દેશના અનેક યુવાઓએ ભાલા ફેંકની રમતમાં પોતાનું કરિયર બનાવવા તત્પર છે. ત્યારે ગુજરાતનો એક યુવક નીરજ ચોપરા (neeraj chopra) ના રાહ પર ચાલીને ગુજરાતનું ગૌરવ વધારી રહ્યો છે. છોટાઉદેપુરના એક આદિવાસી યુવાને ભાલા ફેંક (javelin throw) રમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી નામના મેળવી છે. આદિવાસી યુવા ખેલાડી આ ભાલા ફેંક રમતમાં ઓલમ્પિક સુધી જઇ અને મેડલ હાંસલ કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યો છે.
જમીલ પઠાણ/છોટાઉદેપુર :ઓલિમ્પિક રમતમાં દેશનું ગૌરવ વધારનાર નીરજ ચોપરાની દુનિયાભરમાં વાહવાહી થઈ. જેને પગલે દેશના અનેક યુવાઓએ ભાલા ફેંકની રમતમાં પોતાનું કરિયર બનાવવા તત્પર છે. ત્યારે ગુજરાતનો એક યુવક નીરજ ચોપરા (neeraj chopra) ના રાહ પર ચાલીને ગુજરાતનું ગૌરવ વધારી રહ્યો છે. છોટાઉદેપુરના એક આદિવાસી યુવાને ભાલા ફેંક (javelin throw) રમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી નામના મેળવી છે. આદિવાસી યુવા ખેલાડી આ ભાલા ફેંક રમતમાં ઓલમ્પિક સુધી જઇ અને મેડલ હાંસલ કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યો છે.
છોટાઉદેપુર (chhota udepur) એ રાજ્યનો સરહદી અને આદિવાસી વિસ્તાર છે. અહીં વસતા આદિવાસીઓ મજબૂત ખડતલ શારીરિક બાંધા ધરાવે છે. એટલે જ અહીંના આદિવાસી યુવાઓ પોલીસ, આર્મી સહિત રમત ગમત ક્ષેત્રે આગળ જોવા મળે છે. જોકે ભાલા ફેંક એક એવી રમત છે જેમાં આ વિસ્તારના ખૂબ ઓછા ખેલાડીઓ રુચિ ધરાવે છે. પરંતુ છોટાઉદેપુર જિલ્લાના વનાર ગામનો રહેવાસી ભરતભાઈ રાઠવાને શાળા અભ્યાસ સમયથી ભાલા ફેંક રમતમાં ખૂબ રસ છે, અને તેમાં તે આગળ વધવા માંગે છે. ભરત રાઠવાએ પ્રથમ હિમંતનગર ખાતે યોજાયેલ ઓપન ગુજરાત એથ્લેટીક્સ સ્પર્ધામાં ત્રીજું સ્થાન મેળવ્યું. અને ત્યાર બાદ રાજકોટ ખાતેની સ્પર્ધામાં બીજું સ્થાન મેળવી ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે.
તો બીજી તરફ, ભરતના પ્રદર્શનથી દિલ્હીની એક સ્પોર્ટસ સંસ્થા ખૂબ જ પ્રભાવિત થઈ છે. આ સંસ્થા દ્વારા ભરતને વિના મૂલ્યે ટ્રેનિંગ આપવાની ઓફર કરવામા આવી છે. જો તેને પૂરતી તાલીમ અને જરૂરી માર્ગદર્શન મળે તો તે પણ નીરજ ચોપરાની જેમ ગુજરાતનું ગૌરવ વધારી શકે છે અને ઓલિમ્પિકમાં મેડલ મેળવવાનું લક્ષ્ય સાકાર કરી શકે છે.