Padma Awards 2023 Winners હકીમ ઘડિયાળી/છોટાઉદેપુર : પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ પદ્મ એવોર્ડ્સ જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાતના 7 લોકોને પદ્મશ્રી એવોર્ડ મળશે. તેમાં છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટના પરેશ રાઠવાને પણ પદ્મશ્રી એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આદિવાસી લોકકલા પીઠોરાની સાંસ્કૃતિક વિરાસતને જાળવી રાખવા બદલ પરેશ રાઠવાનું આ સન્માન કરાયું છે. ત્યારે ઝી 24 કલાક સાથે પરેશ રાઠવાએ ખાસ વાતચીત કરી હતી. તેમણે પોતાના સન્માન બદલ સરકારનો આભાર માન્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કયા કયા ગુજરાતીઓની સન્માન
ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કાર વિજેતાઓના નામની જાહેરાત કરવામાં આવી છે.


હીરાબાઈ લોબી-સોશિયલ વર્કર- પદ્મ શ્રી
ભાનુભાઈ ચૈતારા- કમલકારી આર્ટીસ્ટ- પદ્મ શ્રી
પરેશ રાઠવા- પીથોરા આર્ટીસ્ટ- પદ્મ શ્રી
બાલક્રિશન દોશી - આર્કિટેક - ગુજરાત
હેમંત ચૌહાણ - આર્ટ - ગુજરાત
મહિપત કવિ - આર્ટ - ગુજરાત
અરીઝ ખમબત્તા - વેપાર અને ઉદ્યોગ - ગુજરાત
પ્રો.(ડૉ.) મહેન્દ્ર પાલ - વિજ્ઞાન અને એન્જિનિયરિંગ - ગુજરાત


આ પણ વાંચો : 


નવસારીમાં ધ્વજવંદન સમયે બની દુર્ઘટના, બે મહિલા કોર્પોરેટર સીડી પરથી પડ્યા


આપને જણાવી દઈએ કે પીઠોરા કલાએ 1200 વર્ષ જૂની કલા છે. આદિવાસી લોકકલા પીઠોરાની સાંસ્કૃતિક વિરાસ્તને જાળવી રાખવા બાદલ છોટાઉદેપુરના કવાંટના પરેશ રાઠવાને પદ્મશ્રી પુરસ્કાર સરકાર ભારત સરકાર દ્વારા જાહેર કર્યું છે ત્યારે સમગ્ર ગુજરાત અને છોટાઉદેપુરના આદિવાસી અને રાઠવા સમાજનું નામ રોશન કર્યું છે. ત્યારે ઝી 24 કલાક સાથે ખાસ વાત કરતા જણાવ્યું હતું કે, પીઠોરા કલા એ 1200 વર્ષ જૂની છે. જેની જાળવણી કરવા બદલ પદ્મશ્રી પુરસ્કાર આપવા બદલ સરકારનો આભાર છે.


પિઠોરા દેવને આદિવાસીઓ શા માટે પૂજે છે ?
છોટા ઉદેપુર જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે. અહીયાં 80% કરતાં વધુ આદિવાસીઓ વસે છે. તેમાય મોટેભાગે રાઠવા સમુદાય વસે છે. આ આદિવાસીઓ પ્રકૃતિ પૂજક છે અને તેઓ આદી અનાદી દેવો અને પૂર્વજોને જ પૂજે છે. આદિવાસી સમાજ સૂર્ય દેવ, ચંદ્ર દેવ, જળ દેવતા, ધરતી માતા, જમીન માતા, અગ્નિ દેવતા, અન્ન દેવતા, પવન દેવ, વૃક્ષ દેવતા જે સાક્ષાત છે અને જેનાથી જીવ સૃષ્ટિ શક્ય બની છે, જેના વગર જીવન શક્ય નથી તેવા કુદરતી અને પ્રકૃતી નિર્મિત નૈસર્ગીક તત્વોની પૂજા કરે છે. આદિવાસી સમાજ મૂર્તિપૂજામાં માનતો નથી, પરંતુ પૂર્વજોના નામની સાગનાં કે સાદડના લાકડામાથી ખાંભ (ખૂટડા) બનાવીને તેની પૂજા કરવામાં આવે છે. પીઠોરા કલા એ 1200 વર્ષ જૂની કલા છે. પીઠોરાએ એક પેઇન્ટિંગ છે. પરંતુ આદિવાસી રાઠવા સમાજ માટે તે એક લીપી છે. રાઠવા આદિવાસી દ્વારા પીઠોરા માટે તેઓ બાધા લે છે અને તેને પોતાના ઘરની અંદર જે દીવાલ પર લખવામાં આવે છે.


પરેશ રાઠવાએ આ કલા જીવંત રાખીને છોટાઉદેપુર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે અને 1200 વર્ષ જૂની ટીટોડા લિપિને દેશ-વિદેશની અંદર જીવંત રાખવા માટે તેઓએ અનેક પ્રયત્નો કર્યા છે. શિક્ષણ સંસ્થાઓમાં પણ પીઠોરા લિપિ પુરાતન કેવી રીતે ગુફાઓમાં ટીટોડા લીપી દોરી અને સમજાવવામાં આવતું હતું, તે અંગે પણ તેઓ સતત માર્ગદર્શન કરતા હતા. ભારત સરકાર દ્વારા પરેશ રાઠવાને પદ્મ પુરસ્કાર જાહેર કરતા તમામ આદિવાસી વિસ્તાર તેમજ રાઠવા સમાજનું ગૌરવ વધ્યું છે. 


આ પણ વાંચો : ગુજરાતના આ ગામમાં ઘરે ઘરે સૈનિક : ગામના સૂરજ દેવી માતા કરે છે સરહદ પર સૈનિકનું રક્ષણ