ઝી ન્યૂઝ/છોટાઉદેપુર/અમદાવાદ: રાજ્યમાં સરકારી નોકરીઓ મેળવનાર ઉમેદવારોના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. હાલ રાજ્યમાં અનેક ભરતી કૌભાંડો સામે આવ્યા છે, ત્યારે છોટાઉદેપુરમાં વધુ એક ભરતીકાંડનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ભાજપના નેતાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ખળભળાટ મચ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાયરલ વીડિયોમાં GSRTC માં કંડકટરની ભરતી મામલે એક ઉમેદવાર પાસેથી પૈસા આપવાની વાત થઈ રહી છે. આ ઘટનામાં ઉમેદવારે વર્ષ 2018માં પૈસા આપ્યા હોવા છતાં આજદિન સુધી નોકરી નહીં મળતા આખરે આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરીને અન્ય ઉમેદવારો આવા સકંજામાં ન ફસાય તેની અપીલ કરી હતી. વીડિયોમાં નોકરી અપાવવા ભાજપના નેતાને રૂપિયા આપ્યા હોવાની વાત જણાવવામાં આવી રહી છે. ભાજપના નેતા જશુ ભીલને રૂપિયા આપ્યા હોવાની વાત ઉમેદવાર કરી રહ્યો છે. પરંતુ આટલા વર્ષો બાદ પણ ઉમેદવારને નોકરી ના મળતાં નાણાં પરત માંગ્યા હતા. પરંતુ નેતાજીઓ રૂપિયા પાછા આપ્યા નહોતા.


ભાજપ અનુસુચિત જનજાતિ ઉપાધ્યક્ષના પ્રમુખ જશુ ભીલ સસ્પેન્ડ કરાયા
Zee 24 kalakના અહેવાલની ધારદાર અસર જોવા મળી રહી છે. જશુ ભીલને ભાજપમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. પ્રદેશ ભાજપ અનુસુચિત જનજાતિ ઉપાધ્યક્ષના પ્રમુખ જશુ ભીલને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ભાજપે શિસ્તભંગનું કારણ આપીને તેમને સસ્પેન્ડ કર્યા છે. વીડિયો વાયરલ  થયા બાદ ભાજપે મોટી કાર્યવાહી કરી છે. તમને જણાવી દઈએ કે, જશુ ભીલ પ્રદેશ ભાજપ અનુસુચિત જનજાતિ ઉપાધ્યક્ષના પ્રમુખ છે.
 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube