જમીલ પઠાણ/ છોટાઉદેપુર: છોટાઉદેપુરનાં બોડેલી ખાતે યોજાયેલ કોંગ્રેસનાં સંમેલનમાં નારણ રાઠવા આક્રમક બન્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ‘તું’  કરીને કર્યું સંબોધન કરતા વિવાદ સર્જાયો હતો. તો કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ અશોક પંજાબીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રાવણનાં વંશજ ગણાવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છોટાઉદેપુર લોકસભા બેઠક માટે કોંગ્રેસ દ્વારા બોડેલી ખાતે કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. સંમેલનમાં ઉમેદવાર રણજીતસિંહ રાઠવા સહીત રાજ્ય સભા સાંસદ નારણ રાઠવા, પ્રદેશ ઉપાધ્યક્ષ અશોક પંજાબી, ધારાસભ્ય મોહનસિંહ રાઠવા , સુખરામ રાઠવા, પ્રભારી ભીખા ભાઈ રબારી હાજર રહ્યા હતા. કાર્યકર્તાઓને સંબોધતા અકર્મક બનેલા રાજ્યસભાના સાંસદ નારણ રાઠવાએ પીએમ મોદી ઉપર આકરા પ્રહાર કરતા મર્યાદા ભૂલ્યા હતા અને પીએમ ને ‘તું ‘ તુકારાથી સંબોધન કર્યું હતું.


જીતુ વાઘાણીનું રાહુલ ગાંધી પર વિવાદિત નિવેદન, બાળક હવામાં ‘ફોગાળા’ મારે છે



કોંગ્રેસ પ્રદેશ ઉપાધ્યક્ષ અશોક પંજાબીએ પણ પી એમ મોદી અને ભાજપ ઉપર આકરા પ્રહાર કરતા પી.એમ મોદીને રાવણનાં વંશજ ગણાવ્યા હતા. તો ભાજપ અને RSS ઉપર ઉપર પણ નિશાન તાકી અંગ્રેજોનાં સાથી ગણાવ્યા હતા. અને પુલવામાં જવાનો ઉપર થયેલા હુમલા માટે મોદી સરકારને જવાબદાર ગણાવી હતી.